જુનાગઢ,
જુનાગઢ રેન્જ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તેમજ મેડીકલ ડિગ્રીનો અભ્યાસ વગર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે મેડીકલ તપાસ કરતા શખ્સોને પકડી પાડવા સુચના આપતા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.જે.જે. પટેલ ,એ.એસ.આઈ. સામંતભાઈ બારીયા તથા સ્ટાફે સાથે રહી ચોકકસ બાતમીના આધારે પ્લાસવા ગામે મેલડીમાંની ગારી પાસે મકાનમાં આવેલ દુકાનમાં જુનાગઢનો ઈદ્રીશ ઘાંચી ભાડે રાખી પોતે ડોકટરની ડિગ્રી ધરાવતો ન હોવા છતા આ દુકાનમાં દવાખાનું ખોલી એલોપેથીક દવાઓ જેવી કે એન્ટીબાયોટીક,સ્ટીરોઈડ નો જથ્થો રાખી ડોકટર તરીકે પ્રેકટીસ કરી દર્દીઓને તપાસી પોતે ડોકટર તરીકે દવાઓ આપે છે. જે હકીકત આધારે કોઈ ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ખોલી દર્દીઓને તપાસી કોઈ અભ્યાસ પણ કરેલ ન હોય. તેની જાણકારી હોવા છતા દર્દીની સારવાર દરમ્યાન કોઈપણ પ્રકારની અણઆવડતના કારણે ભુલ કરે તો દર્દીનું મૃત્યું થાય તેવું જાણવા છતા પોતાના આર્થિક ફાયદા માટે લોકોમાં ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દી તપાસી દવા આપતા મળી આવી એલોપેથીક એન્ટીબાયોટીક અને સ્ટીરોઈડ જેવી દવાઓના મુદામાલ સાથે પોલિસે અલગ અલગ દવાનો જથ્થો રૂ/.47,368 , રોકડ રૂ/.7260 તેમજ મોબાઈલ રૂ/.10,000 નો મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી