Homeઅમરેલીઆજે મુખ્યમંત્રીશ્રી કુંડલા-લીલીયાને વિકાસના કામોની ભેટ આપશે

આજે મુખ્યમંત્રીશ્રી કુંડલા-લીલીયાને વિકાસના કામોની ભેટ આપશે

Published on

spot_img

અમરેલી,
આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી મહેશ કસવાલાના અથાગ પ્રયત્નોથી સાવરકુંડલા-લીલીયા વિધાનસભા માટે માતબર ગ્રાન્ટો લાવ્યા જે વિધાનસભાની જનતા ભલીભાતી જાણી રહી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાવરકુંડલા ખાતે વિકાસના કામોના ખાતમુહર્તો અને લોકાર્પણ કરશે અને સાવરકુંડલા – લીલીયાની જનતાને પ્રગતિના પંથ પર લઇ જવા કટિબઘ્ધ બનશે જેમા, સવારના 10:00 કલાકે સાવરકુંડલા મહુવા રોડ ખાતે આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ પાસે રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા 54 કરોડના ખર્ચે સાવરકુંડલા ગીરધરવાવ વચ્ચે રેલ્વે બ્રીજનું ખાતમુહુર્ત થશે. ત્યારબાદ ઉર્જા વિભાગ દ્વારા વિજળી ડિસ્ટ્રીબયુશનને વધારે મજબુત બનાવવા અને ખેડૂતોને પુરતા વોલ્ટેજ સાથે વિજપુરવઠો મળી રહે તે માટે સાવરકુંડલાના આદસંગ, ભોંકરવા અને ગોરડકા ખાતે 30 કરોડના ખર્ચે નવા ત્રણ 66 કે.વી સબ સ્ટેશનનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવશે અને સાવરકુંડલાના પોલીસ જવાનો માટે 10.29 ખર્ચે 56 આવાસોનું લોકાર્પણ તથા લીલીયા ગ્રામ પંચાયતને રૂા.43 લાખના ખર્ચે સ્વચ્છતા માટે જેટીંગ મશીનનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવશે તેમ ’’અટલધારા’’ કાર્યાલયના ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવેલ

Latest articles

08-10-2024

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

Latest News

08-10-2024

06-10-2024

05-10-2024