Homeઅમરેલીગેંગરેપમાં ઐતિહાસિક ચુકાદો : પાંચને છેલ્લા શ્ર્વાસ સુધી કેદ

ગેંગરેપમાં ઐતિહાસિક ચુકાદો : પાંચને છેલ્લા શ્ર્વાસ સુધી કેદ

Published on

spot_img
અમરેલી,
અમરેલી શહેરમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષ કરતા પણ નાની ઉમરની બાળા ઉપર બળાત્કાર, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, મુખમૈથુન સહિતની બ્લુ ફિલ્મોને પણ શરમાવે તેવુ ધ્રુણાસ્પદ કૃત્ય કરનારા પાંચ હવસખોર આરોપીઓને અમરેલીની સ્પેશ્યલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી અને પાંચેયને જીવે ત્યાં સુધી સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરી સમાજમાં બહેન દિકરીઓ સુરક્ષીત ફરી શકે અને તેની સામે ઉંચી આંખ કરવામાં કોઇ વિચાર કરે તેવી સજા ફટકારી છે.આ ઘટનાની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીની સિવીલ હોસ્પિટલમાં આર્થિક રીતે નબળી સ્થિતીના પરિવારની 9 માં ધોરણમાં ભણતી દિકરીને તા.27-6-2019 નારોજ અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી તેને એપેન્ડીક્સ હોવાનું સૌ માનતા હતા પણ તેમનું નિદાન થયુ ત્યારે ખબર પડી હતી કે તે ગર્ભવતી છે અને આ પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો આ વિદ્યાર્થીની પરિવારે કરેલી પુછપરછમાં ખબર પડી હતી કે ચાર વિકૃત હવસખોરોએ અવાર નવાર આ વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કર્યો હતો.તા.1-4-2019 થી 27-6-19 એટલે કે પોણા ત્રણ મહિના સુધી હવસખોરોએ આ વિદ્યાર્થીનીને શહેરમાં ઠેબી ડેમના પાળે બાવળની કાટમાં તેણીના ઘરની પાછળ, ઠેબી નદીના કાંઠે અવાર નવાર લઇ જઇ વારંવાર સામુહીક બળાત્કાર કર્યો હતો અને આ હવસખોર પૈકીના ઇમરાન ઉર્ફે ઇમુ કાદરી યાહીયા ઉર્ફે આયન યુનુસ લુલાણીયા અને અરબાજ ઉર્ફે અબુ દિલાવરહુસેન ભટ્ટી (મજીઠીયા) એ આ વિદ્યાર્થીની પાસે મુખમૈથુન કરાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી બળાત્કાર કર્યો હતો જ્યારે અસગર ઉર્ફે અસતર સબીર મજીઠીયાએ પણ તેણી સાથે બળાત્કારની કોશીશ કરી હતી અને યાહીયા ઉર્ફે આયને તો આ વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરી અને તેના ફોટા તથા વિડીયો કલીપ ઉતારી હતી. આ ઘટના ગંભીર હોય તે અંગે તા.2-7-2019 ના રોજ અમરેલીનાં તત્કાલીન પીઆઇ શ્રી મહેશ મોરીએ અમરેલીના તત્કાલીન એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં પોતાની ટીમના રાઇટર શ્રી રમેશભાઇ વાળા, કપીલભાઇ બગડા અને શ્રી દિનેશભાઇ મકવાણા સાથે જીણવટભરી તપાસ શરૂ કરી અને આરોપીઓ ઇમરાન ઉર્ફે ઇમુ (કિસન ચંદુ સોલંકી) તે હનીફ સૈયદ કાદરીનો દિકરો યાહીયા ઉર્ફે આયન યુનુસ લુલાણીયા, જાદેવ ઉર્ફે જાવલો મજીદ પઠાણ (ખલીફા), અસગર ઉર્ફે અસતર સબીર મજીઠીયા (ખલીફા) અને અરબાજ ઉર્ફે અબુ દિલાવરહુસેન ભટ્ટી (મજીઠીયા) ની ધરપકડ કરી હતી અને તેની સામે આઇપીસી 376 (ડી)(એ), 376 (2) (એલ), 376 (2) (એન), 376(3), 377, 354 (એ) (ડી), 341, 504, 506(2), 511, 34, 114 તથા પોકસો એક્ટની કલમ 4, 6, 8, 12, 14, 17, 18 તથા આઇટી એક્ટ 67, 67(એ), 67(બી) હેઠળ ગુનો નોંધ્ોલ તથા તપાસ દરમિયાન આરોપીઓએ પુર્વ આયોજીત રીતે આ ગેંગરેપ નક્કી કર્યો હોય 120(બી) નો ઉમેરો કર્યો હતો આ કેસ અમરેલીનાં ચોથા એડીશ્યલ સેશન્સ જજ તથા સ્પેશ્યલ જજ (પોકસો) ની કોર્ટમાં ચાલી જતા તેમણે પાંચેય આરોપીઓને પોકસો તથા ઇન્ડીયન પીનલ કોડની કલમોમાં આજીવન કારાવાસ એટલે કે આરોપીઓની બાકી રહેતી કુદરતી જીંદગી સુધીની સખત કેદની સજા તથા 20 હજાર દંડ તથા આઇપીસી 506(2) માં 2 વર્ષની કેદ અને પાંચ હજાર દંડ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમોમાં 2 વર્ષની કેદ પાંચ હજાર દંડ કરવાનો હુકમ કર્યો હતો અને ભોગ બનનારને 4 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

Latest articles

08-10-2024

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

Latest News

08-10-2024

06-10-2024

05-10-2024