રાજુલા,(કનુભાઇ વરૂ)
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં રેલવેની જગ્યા આવેલી છે બસ સ્ટેન્ડ વિસ્તારથી લઈ ડુંગર જકાતનાકા વિસ્તાર સુધી રેલવેની જગ્યામાં દબાણો કરવામાં આવ્યા છે જેના કારણે થોડા દિવસો પહેલા દબાણ દૂર કરવા માટે રેલવે વિભાગ દ્વારા નોટિસ આપી દબાણ ખાલી કરવા માટેનીસૂચના આપવામા આવી હતી તેમ છતાં ખાલી નહિ કરતા આજે પ્રથમ બસ સ્ટેન્ડ વિસ્તાર રેલવે વિભાગના પોલીસ અધિકારીઓ સાથે બુલડોઝર ફેરવ્યુ અહીં ઝૂંપડ પટ્ટીઓ 5 કરતા વધુ હતી જેમા કેટલાક પરિવારના લોકો રહેતા હતા જેને દબાણ દુર કરી ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ જેના કારણે ઝૂંપડ પટ્ટીમાં રહેતા લોકોમાં થોડીવાર નારાજગી પણ વ્યાપી હતી જોકે ગેરકાયદેસર હોવાને કારણે રેલવે તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી કરી દેવાય છે અહીં બસસ્ટેન્ડ વિસ્તાર ડુંગર જકાત નાકા વિસ્તાર સહિત રેલવેની જગ્યા ઉપર જ્યા જ્યાં દબાણ હોય તે દબાણ દૂર કરવા માટેની કામગીરી દિવસ ભર કરવામાં આવશે.રેલવેની જગ્યા ઉપર વાંરવાર દબાણો કરવામાં આવે છે.રેલવેની જગ્યા ઉપર ગેરકાયદેસર લોકો વાંરવાર કબજો કરતા હોય તેમ છાપરાઓ ઝૂંપડાઓ નાખી રહેણાંક બનાવતા હોય છે રેલવે વિભાગ દ્વારા અગાવ અનેક વખત ડીમોલેશન કરવામાં આવ્યું છે તેમ છતાં કેટલાક સમય બાદ ફરીવાર રેલવેની જગ્યા ઉપર દબાણ ઉભું કરવામાં આવે છે જેના કારણે રેલવે વિભાગ ફરીવાર સ્ક્રીયયતા દાખવી ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ ખાસ કરીને આ દબાણ ઝુંબેશ સવારમાં શરૂ થવાની હોય ત્યારે તે બિનધારકો નગરપાલિકાની હદમાં રાત્રે મૂકી દેશે જેથી રેલવે વાળા નગરપાલિકાની હદમાં આવતા નથી ત્યારે હવે ખાસ કરીને એસટી ડેપો પાસે અને કેસરીનંદન હનુમાન ની બાજુમાં તેમજ વેરાઈ નાકા પાસે ત્રણેય જગ્યાએ અવારનવાર કેબીનો બીજા દિવસે મૂકી દેવામાં આવે છે ત્યારે નગરપાલિકાએ આવા કેવા કેબીન ધારકોને અન્ય જગ્યાએ મૂકવા માટે ફાલતુ જગ્યા આપવી જોઈએ જેથી કરીને રેલ્વે સાફ કરાવે અને નગરપાલિકામાં મૂકે અને નગરપાલિકા સાફ કરાવે તો રેલવેમાં મૂકે ત્યારે કાયમી ઉકેલ કરવો જોઈએ