રાજુલા,
જાફરાબાદ બંદરે હાલમાં થયેલા તેમજ થય રહેલા વરસાદને કારણે ” બુમલા” ( બોમ્બે ડક) મચ્છી બગડી જવાથી કરોડની નુકશાની થયેલી છે, જાફરાબાદ બંદર એવું બંદર છે કે અહીં સુકવણી નો ધંધો છે, દરિયામાં દુર દુર થી બુબલા મચ્છી પકડી ને કિનારે લાવીને તેને દ્વારા સુકવણી કરવામાં આવેછે, ત્રણ થી ચાર દિવસ તડકામાં સૂકવી ત્યાર બાદ તેને બંડલો બનાવી ને, દેશમાં તેમજ વિદેશમાં મોકલવામાં આવે છે પરંતુ આ સુકવણી દરમિયાન વરસાદ પડે તો આ મચ્છી બગડી જાય છે.ત્યારે તેને ફેંકવા માટે પણ મંજુરી આપવામાં આવેછે, એક બાજુ માછીમારો બેહાલ છે અને તેવામાં રીતે વરસાદ થવાથી કરોડની નુકશાની વેઠવી પડે છે, સરકાર શ્રી ને અમારી નમ્ર વિનંતી છે કે અમને કોઈ પણ પ્રકારે સહાય આપવામાં આવે, કનૈયાલાલ સોલંકી માંગણી કરી હતી.વધુમાં સોલંકી એ જણાવ્યું કે અગાઉ પણ કરોડો રૂપિયાનું નુકસાન હવે ગઈકાલના વરસાદે સાગર ખેડૂતોને દાદા ઉપર દામ દીધો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે જે સૂકવેલી માછલીઓ છે તે વરસાદથી બગડી રહી છે અને હવે સાગર ખેડૂતને આ પેક કરી અને ટ્રકમાં લોડ કરવાની જ બાકી હતી ત્યાં જ ગઈકાલે વરસાદ ખાપકતા આ માછલીઓ બગડી ગઈ છે અને ભયંકર દુર્ગંધ મારી રહી છે.ત્યારે મશીન ઉદ્યોગ મંત્રીએ ખાસ ટીમ મોકલી અને સર્વે કરી અને બગડેલી માછલી શું કરવું અને મશીન મારવા માટે સહાયની રજૂઆત સમગ્ર સાગર ખેડૂતો અને બોટ્સએશનના પ્રમુખશ્રી કનૈયાલાલ સોલંકી શ્રી ભગુભાઈ સોલંકી સનાભાઇ બારીયા રામભાઈ સોલંકી મુસ્લિમ સમાજના અને સાગર ખેડુના આગેવાન હયમ સીધું ભાઈ પાડેલા દ્વારા કરવામાં આવી