Homeઅમરેલીકંગનાને નીતિવિષયક બાબતોમાં બોલવાનો અધિકાર કે સત્તા નથી

કંગનાને નીતિવિષયક બાબતોમાં બોલવાનો અધિકાર કે સત્તા નથી

Published on

spot_img

કંગના રણૌત ભાજપમાં નવાં બડફા ક્વીન તરીકે ઊભરી રહ્યાં છે અને સ્મૃતિ ઈરાની કે પ્રજ્ઞા ઠાકુર જેવી બકવાસ કરી કરીને ભાજપની બુંદ બેસાડી દેનારી સન્નારીઓની ખોટ પૂરી રહ્યાં છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી જીત્યા પછી કંગનાએ ઉપરાછાપરી વિવાદો સર્જીને ભાજપની હાલત કફોડી કરી નાખી છે. કંગનાના લવારાના કારણે થઈ રહેલા રાજકીય નુકસાનના કારણે ભાજપે કંગનાને ખમૈયા કરવા કહેવું પડેલું.
કંગનાએ ખેડૂત આંદોલન દરમિયાન મહિલાઓ પર બળાત્કારો થયેલા અને હત્યાઓ થયેલી એવો લવારો કરતાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી પડેલી કે, કંગના કહે એ ભાજપનું સત્તાવાર વલણ નથી ને કંગનાને નીતિવિષયક બાબતો અંગે બોલવાનો અધિકાર કે સત્તા નથી તેથી કંગના પોતાની લૂલીને કાબૂમાં રાખે.
કંગનાએ ભાજપની આ સલાહને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી છે અને ફરી ખેડૂત આંદોલનનો મુદ્દો છેડી દીધો છે. હમણાં ભાજપનું સભ્ય નોંધણી અભિયાન ચાલે છે. કંગના પણ પોતાના મતવિસ્તારમાં મંડીમાં આ અભિયાન ચલાવી રહ્યાં છે. આ દરમિયાન કંગનાએ સોમવારે મંડીની નાચન એસેમ્બલીમાં કાર્યકરો સાથે બેઠકમાં એલાન કર્યું કે, ખેડૂતોને લગતા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા છે એ ફરીથી લાગુ કરવા જોઈએ એવું મને લાગે છે. કંગનાના કહેવા પ્રમાણે, આ કાયદા અંગે વિવાદ સર્જાયો હતો પણ વિવાદાસ્પદ હોઈ તેને લાગે છે કે ખેડૂતો માટે આ કાયદા ફાયદાકારક હોવાથી આ કાયદા પાછા આવવા જોઈએ.
કંગનાએ ખેડૂતોને વણમાગી સલાહ પણ આપી કે, ખેડૂતોએ પોતે આ કાયદા પાછા લાવવાની માગ કરવી જોઈએ કે જેથી બીજા દેશોની જેમ આપણા ખેડૂતો પણ સમૃદ્ધ થાય, ખેડૂતોની સમૃદ્ધિમાં બ્રેક ન આવે. કંગનાએ હજુ બે દિવસ પહેલાં જ સોનિયા ગાંધી વિશે લવારો કરેલો કે, હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુખ્ખુની સરકાર દેવું કરી કરીને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને આપી દે છે. તેના કારણે રાજ્યની તિજોરી ખાલી થઈ ગઈ છે. કંગનાની બાલિશ ને સાવ બુદ્ધિ વિનાની વાત સાંભળીને શું કરવું એ ભાજપ હજુ વિચારે એ પહેલાં તો કંગનાએ કૃષિ કાયદા પાછા લાવવાની વાત કરીને ભાજપને પાછો બંબૂ લગાવી દીધો છે.અત્યારે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલુ છે અને ભાજપ માટે સત્તા જાળવવા ખેડૂતોનો સાથ અત્યંત જરૂરી છે ત્યારે જ કંગનાએ નવો પલિતો ચાંપી દીધો છે. મોદી સરકારે બીજી ઈનિંગમાં ત્રણ કૃષિ કાયદાને સંસદમાં પાસ કરાવ્યા હતા. ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) અધિનિયમ 2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ 2020 નામના આ કાયદાઓનો ખેડૂત સંગઠનો દ્વારા ખૂબ વિરોધ થયો હતો.
દિલ્હીની સરહદે ખેડૂતો સવા વર્ષથી વધુ સમય સુધી ધરણાં પર બેઠા હતા અને ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલનના કારણે 2022ના માર્ચમાં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર અસર થશે એવું લાગતાં અંતે નવેમ્બર 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આ કાયદાના ફાયદા અંગે પોતે ખેડૂતોને સમજાવી શક્યા નહીં તેથી ખેડૂતોના હિતમાં પોતે આ કાયદા પાછા ખેંચે છે.
મોદીએ પીછેહઠ કરીને ખેડૂતોનો વિરોધ શાંત કરેલો અને આ પ્રકરણને કાયમ માટે બંધ કરી દીધેલું. હવે કંગનાના લવારાના કારણે કોંગ્રેસને તક મળી ગઈ છે. કોંગ્રેસે જરાય વાર કર્યા વિના ટ્વિટ કરી દીધી છે કે, ખેડૂતો પર લાદવામાં આવેલા ત્રણ કાળા કાયદા પાછા લાવવા જોઈએ એવી માગ ભાજપનાં સાંસદ કંગના રનૌતે કરી છે. ખેડૂત આંદેલનમાં દેશના 750 થી વધુ ખેડૂતો શહીદ થયા પછી મોદી સરકાર જાગી હતી અને આ કાળા કાયદા પાછા ખેંચવા પડ્યા હતા. હવે ભાજપના સાંસદો ફરીથી આ કાયદાઓને પાછા ખેંચવાની યોજના બનાવી રહ્યા છે પણ કોંગ્રેસ ખેડૂતોની સાથે છે.
કંગનાની પિન ખેડૂતોના આંદોલન પર કેમ ચોંટી ગઈ છે એ કહેવું મુશ્કેલ છે પણ કંગના ખેડૂત આંદોલન મુદ્દે વારંવાર લવારા કર્યા કરે એ ભાજપના હિતમાં નથી જ. આ લવારા દ્વારા કંગના ભાજપની સાંસદ થઈને કોંગ્રેસ સહિતના વિપક્ષોને ફાયદો કરાવી રહી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારના બકવાસ ભાજપને ભારે પડી શકે છે.
હરિયાણામાં ભાજપ જીતવાનો નથી એવી હવા જામેલી છે. આ કારણે ભાજપમાંથી મોટા પાયે રાજીનામાં પડી રહ્યાં છે. હરિયાણામાં ભાજપ વિરુદ્ધ હવા જામી તેનું એક કારણ એ છે કે ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં તમામ 10 બેઠકો જીતી હતી પણ 2024માં ચિત્ર બદલાઈ ગયું. 2024માં હરિયાણાની 10 બેઠકોમાંથી 5 બેઠકો ભાજપ જીત્યો જ્યારે 5 બેઠકો કોંગ્રેસે જીતી છે. આ કારણે કોંગ્રેસ જોરદાર ફોર્મમાં છે અને ભાજપ ડાઉન છે.
હરિયાણામાં ખેડૂત આંદોલન સહિતના મુદ્દાની વ્યાપક અસર થઈ છે એ કારણે પણ ભાજપ નહીં જીતે એવી હવા જામેલી છે તેથી સત્તા માટે ભાજપમાં આવેલા નેતા સત્તા છોડીને ભાગી રહ્યા છે. હરિયાણા વિધાનસભાની 2019ની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. એ વખતે સત્તા ટકાવવા માટે ભાજપે જેજેપીનો ટેકો લીધેલો ને પછી જેજેપીના ઘણા ધારાસભ્યોને તોડી લીધા તેની પણ અસર છે પણ મુખ્ય અસર ખેડૂત આંદોલનની છે. ભાજપે ખેડૂતોને મનાવવા માટે ઘણી બધી જાહેરાતો કરી છે ને ચૂંટણી ઢંઢેરામાં વચનોની લહાણી પણ કરી છે. કંગનાના લવારાના કારણે ખેડૂતોને એવું લાગશે કે, ભાજપ સત્તામાં આવવા માટે અમને પંપાળી રહ્યો છે પણ સત્તા મળતાંજ પાછા ત્રણ કૃષિ કાયદા લાવીને અમારી મેથી મારશે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હતી ત્યારે ભાજપ એ કાયદાનો અમલ નહોતો કરાવી શક્યો તો અત્યારે તો એ શક્ય જ નથી પણ લોકો વાસ્તવિકતા જોતા નથી, વાતોમાં વહી જાય છે તેથી ભાજપને નુકસાન થઈ શકે છે.ભાજપે આ નુકસાન રોકવા કંગનાને ઝાપટી નાખવી જોઈએ. કંગના પોતાને દુનિયાની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ માને છે તેથી દરેક મુદ્દે ફેંકાફેંક કરે છે. તેને તો ભાન નથી પણ ભાજપને ભાન થવું જોઈએ કે, આ બેનને નહીં રોકીએ તો તપેલું ચડી જશે.

Latest articles

વિસાવદરમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

જુનાગઢ, વિસાવદરનાં પીઆઇ આર.એસ.પટેલ, એએસઆઇ એ.એસ.ચોવટ તથા પોલીસ સ્ટાફે આધારભુત બાતમીનાં આધારે ગુજસીટોક તેમજ ખુન,...

અમરેલીમાં પોલીસ કર્મચારીઓની કામગીરી બિરદાવી પ્રસંશાપત્ર એનાયત કરતાં એસપી

અમરેલી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બિરદાવતા જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલી એસ.પી.હિમકરસિંહ...

જાફરાબાદમાં વરસાદથી મચ્છીને કરોડોનું નુકશાન

રાજુલા, જાફરાબાદ બંદરે હાલમાં થયેલા તેમજ થય રહેલા વરસાદને કારણે " બુમલા" ( બોમ્બે ડક)...

ચલાલાનાં હોમગાર્ડની હત્યામાં બે ને અંતિમ શ્ર્વાસ સુધી કેદ

અમરેલી, 2021ની સાલમાં ચલાલાનાં ધારી રોડ ઉપર પોતાની પત્નિ સાથે મૈત્રી કરાર કરનાર હોમગાર્ડ જવાનને...

Latest News

વિસાવદરમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

જુનાગઢ, વિસાવદરનાં પીઆઇ આર.એસ.પટેલ, એએસઆઇ એ.એસ.ચોવટ તથા પોલીસ સ્ટાફે આધારભુત બાતમીનાં આધારે ગુજસીટોક તેમજ ખુન,...

અમરેલીમાં પોલીસ કર્મચારીઓની કામગીરી બિરદાવી પ્રસંશાપત્ર એનાયત કરતાં એસપી

અમરેલી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બિરદાવતા જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલી એસ.પી.હિમકરસિંહ...

જાફરાબાદમાં વરસાદથી મચ્છીને કરોડોનું નુકશાન

રાજુલા, જાફરાબાદ બંદરે હાલમાં થયેલા તેમજ થય રહેલા વરસાદને કારણે " બુમલા" ( બોમ્બે ડક)...