અમરેલી,
રાજુલા પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરાની સુચના અને માર્ગદર્શથી રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.11193050240177/2024 આઇ.પી.સી. કલમ 379 મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે નાસ્તા ફરતા આરોપી અંગેની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્ચ આધારે રાજુલા ડોળીના પટ્ટમાં સરકારી ગોડાઉન પાસે સદરહુ ગુન્હામાં ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે મહેશ ઉર્ફે મયલો મનુભાઇ ધાખડા ઉ.વ.30 ધંધો.ખેત મજુરી રહે.જાંપોદર તા.રાજુલાને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી રાજુલા પોલીસ ટીમ દ્વારા કરાઇ હતી.