Homeઅમરેલીલાઠી તાલુકામાં રૂપિયા 10 કરોડ 20 લાખના ખર્ચે નવા ડામર રોડ મંજુર

લાઠી તાલુકામાં રૂપિયા 10 કરોડ 20 લાખના ખર્ચે નવા ડામર રોડ મંજુર

Published on

spot_img

લાઠી,
લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી છે. રાજયભરમાં ભાજપની વિકાસશીલ સરકાર વિકાસની અનેરી ભેટ આપી રહી છે. ત્યારે પોતાનો વિસ્તાર વિકાસથી વંચીત ન રહે તે માટે હમેંશા ચિંતાતુર લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા તેમજ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા દ્રારા રાજ્ય સરકારને લાઠી,બાબરા, અમરેલી વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતને ગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી ને રજૂઆત કરેલ જે રજુઆતને પગલે રાજય સરકાર દ્રારા અગાઉ નાળા,પુલ, ડામર રોડને રીસર્ફેશ કરવાના અનેક કામો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા સમજી આવા કામોને મંજૂરી આપી છે.જનકભાઈ તળાવીયા પોતાના વિધાનસભા વિસ્તારને વધારે વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેઓના વિધાનસભા વિસ્તારના લોકોને રોડ રસ્તા કે બીજા વિકાસના કામો હોય સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હાલ તાજેતરમાં જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી જે અન્વયે લાઠી તાલુકાના જરખીયા કેરાળા રોડ સ્ટેટ હાઇ વે સુઘી નવો ડામર રોડ રૂા.3 કરોડ 30 લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે. તેમજ હીરાણા જુનવદર રોડ જીલ્લા હદ સુઘી નવો ડામર રોડ રૂા.3 કરોડ 90 લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે. તેમજ ભાલવાવ નાના ચારોડીયા જીલ્લા હદ સુઘી નવો ડામર રોડ રૂા.3 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે. આમ લાઠી વિસ્તારમાં અંદાજે રૂ. 10 કરોડ ર0 લાખના નવા ડામર રોડ બનાવવાના કામો મંજુર કરવામાં આવેલ છે. આ તમામ નવા પાકા ડામર રોડના કામો મંજુર થતા સ્થાનિક લોકો દ્વારા ખુશી ની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા તેમજ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયાનો આભાર માનવામાં આવ્યો .

Latest articles

08-10-2024

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

Latest News

08-10-2024

06-10-2024

05-10-2024