મહુવા,
જેમની પાસે સાવ નવરાસ હોય અને ઉટ સવારી કરવાનું મન થાય તો એક વાર ઉમણીયાવદર,કાળેલા, કોંજળી,સેંદરડા,બગદાણા, કાકીડી રોડ ઉપર ચાલવું. અત્યંત બિસ્માર હાલતમાં આ રોડ થઇ ગયો છે.ગ્રામ્ય વિસ્તાર માંથી રોજીરોટી કમાવવા આવતાં લોકો ની સહનશક્તિ ને દાદ આપવી પડે.લોકો કરે તો શું કરે તંત્ર ને આંખ આડા કાન છે કે પછી આંખ કાન બેઓ જ નથી.કાળેલા ના રહેવાસી શૈલેષભાઇ ગોડકીયા ના જણાવ્યા અનુસાર તંત્ર ને અનેકો વાત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ પરિસ્થિતિ”જૈસે થે વૈસી જેવી” એમાં પણ ઓછામાં પુરૂ પરમ્ પુજય મોરારીબાપુ ની શ્રીરામ કથાના આયોજન ની ફુલ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દેશ વિદેશમાં થી મહેમાનો પધારતા હોય છે.એમની સામે સરમ આવશે કે કેમ એ પણ એક સવાલ છે.તંત્ર ને જાણે એવી કોઈ ચિંતા ન કરવાની તસ્દી નથી લેવી એવું પણ એક રીતે લોકો વિચારી રહ્યા છે.રામરાજય ના બણગાં ફુકતા રાજકીય આગેવાનો આ રોડ બાબતે કેમ મૌન સેવી રહ્યા છે તે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે એ ગ્રામ્યના લોકો બાંગ પુકારી રહ્યા છે.આ રસ્તાઓ કેટલાય ની કમરો તોડશે એ તો સમય બતાવશે કાતો સરકાર શ્રી આ બધા ગ્રામ્ય વિસ્તાર ના લોકો ની બસ એક જ લાગણી અને માંગણી કરી રહ્યા છે કે રસ્તાઓ સારાં બનાવી આપો એટલે બાકી સો ગુના માફ..