અમરેલી,
અમરેલી નગરપાલિકાનાં ઓવરશીયર રામજીભાઇ રવજીભાઇ સાવલીયા સહિતે તા.26-7-21 નાં કોઇ પણ સમયે આ કામનાં આરોપીએ નગરપાલિકા અછત વર્ષ પાણીની લોનની રકમ રૂા.9,58,748 ની રકમ પીવાના પાણીનાં ખોટા પાણીનાં ટેન્કરનાં ફેરા દર્શાવી ખોટુ રેકર્ડ તૈયાર કરાવી સરકારી નાણાંનો અંગત ઉપયોગ કરી નાણાકીય ગેરરીતી આચરી પોતાની સત્તાનો દુરૂપયોગ કરી કોઇ ઉપરી અધિકારીને જાણ કર્યા વિના પોતાનો મલીન ઇરાદો પાર પાડવા તાત્કાલીક મોટી રકમનો ખર્ચ પાર પાડી તેમજ રકમ ઉપાડી લઇ પ્રજાનાં વિશ્ર્વાસનો દ્રોહ કર્યાની પ્રકાશભાઇ મોહનભાઇ ડોબરીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ઉપરોક્ત કેસ અમરેલીનાં પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડી.ચિફ.જ્યુ.મેજી. એમ.જે.સૈયદ સમક્ષ ચાલી જતા આરોપી તરફે વિદ્દવાદ એડવોકેટ વી.એમ.લચ્છાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી પુરાવાનાં અભાવે નગરપાલિકાનાં ઓવરશીયર રામજીભાઇ રવજીભાઇ સાવલીયાને નિર્દોશ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો