અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે તાલુકા ભાજપ મહામંત્રી અને સરપંચ પતિ ચેતનભાઈ છગનભાઈ માલાણી ઉ.વ. 45 પંચાયતનો પાણીનો સંપ બનાવવા ગામના ધોળીયા કુવા પાસે આવેલ ગ્રામપંચાયતની ખુલ્લી જગ્યામાં જેસીબી મશીન લઈ જમીન સમથળ કરાવવા જતા આરોપીઓ વજા જગાભાઈ , દેવરાજ વજાભાઈ જોગરાણા બાઈક લઈ તે જગ્યા ઉપર આવેલ અને વજાએ ગાળો બોલી કહેલ કે આ જગ્યા અમારી છે. અહીં પાણીનો સંપ નથી બનાવવાનો જેથી ચેતનભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓને સારૂ નહી લાગતા દેવરાજ વજાભાઈ જોગરાણાએ કહેલ કે આ જયારે હોય ત્યારે આપણી વચ્ચે આવે છે .આજે આને પુરો કરી દયો તેમ કહેતા વજાએ પાઈપ વડે ચેતનભાઈને ડાબા પગે અને માથામાં જીવલેણ ઈજાઓ પહોંચાડી દેવરાજે તેની પાસે રહેલ કુંડલીવાળી લાકડી વડે ચેતનભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે શરીરે આડેધડ મારમારી બંને આરોપીઓએ માથાના ભાગે હેમરેજ કરી હાથે અને પાસળીના ભાગે ફેકચરની જીવલેણ ઈજાઓ કરી મોબાઈલ ફોન તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ચેતનભાઈ માલાણીએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી