અમરેલી,
ઈકો સેંસીટીવ ઝોનને લઇને ભભુકેલા જનરોષને વાચા આપવા માટે અમરેલી જિલ્લાના ધારાસભ્યશ્રીઓએ ગાંધીનગરમાં વનમંત્રી પાસે ધામા નાખ્યા છે.ઈકો સેંસીટીવ ઝોનને લઇને ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામીણ ગામડાઓનાં ખેડૂતોની રજૂઆતો અન્વયે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમરેલીના ધારાસભ્ય અન વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા, અને ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આજે ગાંધીનગર ખાતે વનમંત્રી મુળુભાઇ બેરા સમક્ષ ઇકો સેંસીટીવ ઝોનના કાયદામાંગામડાઓમાં ખેડૂતોમાં ઊભી થયેલી વિસંગતાને લઈને અમરેલી જિલ્લાના આવતા ગામડાના ખેડૂતો સિંહોના રક્ષક સાથે સિંહોના રખેવાળ હોય ત્યારે સરકાર દ્વારા સિંહો બચાવવાના અભિગમ સાથે ખેડૂતોને મુશ્કેલીઓ ના પડે અને ખેડૂતોને ઇકો સેંસીટીવ ઝોનના કાયદાથી નુકશાની થવાની ઊભી થયેલી દહેશત અંગે વનમંત્રી સમક્ષ અમરેલી જિલ્લાના ધારાસભ્યોએ ખેડૂત હિતમાં રજૂઆતો કરીને તાકીદે ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તે અંગે થયેલી ફળસ્વરૂપ રજૂઆતો વનમંત્રી મુળુભાઇ બેરા એ ધ્યાને લીધેલ હતી. અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ નિત્યાનંદ અને શ્રીવાસ્તવ સાથે ધારી ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા સાથે પરામર્શ બેઠક યોજેલ હતી ને ઇકો સેંસીટીવ ઝોનના કાયદાઓમાં સુધારા લાવવા અંગેની ધારાસભ્યોની રજૂઆતોનો નિરાકરણ લાવવાની તંત્રના અધિકારીઓ સાથે વનમંત્રીએ ધરપત આપી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમ સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું