ધારી,
ધારી ગામના રહીશ અને તેજસ્વી, હોનહાર અને સેવા પ્રત્યે સમર્પિત યુવાન જાગૃતભાઈ ઉર્ફે બાલાભાઈ ગુર્જરવાડિયા નું ધારીની લેક વ્યુ રિસોર્ટ માં નવરાત્રી ગરબા લેતા મધરાત્રે હ્રદય બંધ પડી ગયું અને દુ:ખદ અવસાન થયું છે.જગૃતભાઇ ધારીની શ્રી જી.એન.દામાણી હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર ટીચર અને વોકેશનલ ગાઇડન્સ માં ટ્રેનર તરીકે ફરજ બજાવતા હતા.એમનો મળતાવડો સ્વભાવ અને હસમુખો ચહેરો તેમજ વિદ્યાર્થી સ્ટાફમાં ખૂબ લોકપ્રિયતા કાયમી યાદ રાખશે.મલ્ટીટેલેન્ટડ એવા જાગૃતભાઈ ધારીમાં વર્ષોથી ગરબાના ક્લાસ કરાવતા.એમના ધર્મપત્ની ધારાબેન અને પોતે બાળકો,મોટા સૌ કોઈને ગરબા શીખવતા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કરતા એ ધારીને ખૂબ મોટી ખોટ પડશે.નાના મોટા ,સૌ કોઈ વડીલ માં એ પ્રભુના લાડકવાયા એવા બાલાભાઈની સ્મશાન યાત્રામાં ખાસ્સા માણસો જોડાઈ એમને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.આજે વૃંદાવન સોસાયટી,શિવ નગર સોસાયટી અને ધારીના સૌ કોઈ નગરજનો તેમજ દામાણી હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ અશ્રુભીની આંખે એમની સ્મશાન યાત્રામાં જોડાયા હતા.સદગતના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે એજ પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલિ પાઠવી છે.