Homeઅમરેલીમોદીના અખંડ પ્રયાસથી દેશમાં ખેતીવાડીહવે ખરેખર આધુનિક યુગમાં પ્રવેશી રહી છે

મોદીના અખંડ પ્રયાસથી દેશમાં ખેતીવાડીહવે ખરેખર આધુનિક યુગમાં પ્રવેશી રહી છે

Published on

spot_img

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ઓક્ટોબરના મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ રૂપિયા 23,300 કરોડના કેટલાય ઉપક્રેમોને શરૂ કર્યા છે. તેમણે મહારાષ્ટ્રમાં ઁસ્-ણૈંજીછશ સમ્માન નિધિની 18મા હપ્તાની રૂપિયા 20,000 કરોડની રકમ 9.4 કરોડ ખેડૂતોને વિતરીત કરવાની જાહેરાત કરી હતી. આ 18મા હપ્તાની રિલીઝ સાથે, ઁસ્-ણૈંજીછશ હેઠળ ખેડૂતોને કુલ રૂપિયા 3.45 લાખ કરોડની રકમ જારી થશે. વધારામાં પ્રધાનમંત્રી શચર્સ્ શેતકારી મહાસન્માન નિધિ યોજના હેઠળ 5મા હપ્તામાં કુલ રૂપિયા 2,000 કરોડની રકમ પણ વિતરીત કરી હતી. પ્રધાનમંત્રીએ કૃષિ ફંડ (છૈંખ) હેઠળ 7,500 થી વધુ પ્રોજેક્ટ્સ, જેની કિંમત આશરે રૂપિયા 1,920 કરોડ છે તે પણ રાષ્ટ્રને અર્પણ કર્યા હતા.
મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં કસ્ટમ હાયરિંગ સેન્ટરો, પ્રાથમિક પ્રોસેસિંગ યુનિટો, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટો, કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ, અને પાક પછીના વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ લગભગ રૂપિયા 1,300 કરોડના ટર્નઓવર સાથે 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સને (ખર્ઁંજ) અર્પણ કર્યા છે. મોદીએ પશુઓ માટે યુનિફાઇડ જીનોમિક ચિપ અને સ્વદેશી સેક્સ-સોર્ટેડ સિમેન ટેક્નોલોજી લોન્ચ કરી છે. આ પહેલનો હેતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવે સેક્સ-સોર્ટ કરેલા સિમેનની ઉપલબ્ધતા વધારવાનો અને ડોઝ દીઠ આશરે રૂ.200 જેટલો ખર્ચ ઘટાડવાનો છે.
યુનિફાઈડ જીનોમિક ચિપ, દેશી પશુઓ ય્છેંભલ્લૈંઁ અને ભેંસ માટે સ્છલ્લૈંજીલ્લભલ્લૈંઁ, જીનોટાઈપિંગ સેવાઓ સાથે વિકસાવવામાં આવી છે. જિનોમિક પસંદગીના અમલીકરણ સાથે, યુવાન ઉચ્ચ ગુણવત્તાવાળા બળદને નાની ઉંમરે ઓળખી શકાય છે. વડાપ્રધાન મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના – 2.0 હેઠળ સમગ્ર મહારાષ્ટ્રમાં કુલ 19 મેગાવોટની ક્ષમતાવાળા પાંચ સોલાર પાર્ક સમર્પિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ સ્ચલરૈ ન્ચગૈં મ્ચરૈહ યોજનાના લાભાર્થીઓને પણ સન્માનિત કર્યા છે.
ગુજરાતમાં ખેતી માટેના ઇનપુટ્સના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જે સ્જીઁના વધારા કરતાં વધુ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે ખેડૂતોના નફામાં ઘટાડો થઈ રહ્યો છે, ખાસ કરીને નાના અને છૂટક ખેડૂતો માટે, જેમને ઉન્નત બીજ, ખાતર અને મજૂરી જેવા વધુ લાગે છે. સરકારે ખાતર સબસિડી અને બાયોફર્ટિલાઈઝર જેવા ઓલ્ટરનેટિવ્સને પ્રોત્સાહન આપીને આ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો છે, પણ હજી પણ વધુ અસરકારક પગલાંની જરૂર છે, જેથી ઉંચા ખર્ચવાળા રાજ્યોમાં ખેડૂતોની આવકમાં સુધારો થાય.
હાલ કઠોળની બજારમાં ઘટાડો આવી રહ્યો છે. દિલ્હી ચણાના ભાવ સતત બીજા દિવસે રૂ.પ0 ગયા હતા. ચણાની તેજી માટે હવે એકથી દોઢ મહિનો જ બચ્યો છે, દિવાળી પછી ચણાની બજારમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી. ધાણાની બજારમાં સતત બીજા દિવસે ઘટાડાની ચાલ જોવા મળી હતી. ધાણાની બજારમાં કોઈ મોટી તેજી-મંદી દેખાતી નથી, પરંતુ બજારો એક રેન્જમાં અથડાયા કરે તેવી ધારણા આગળ નવરાત્રી બાદ જ ધાણામાં થોડા વેપારો આવશે તો સુધારો આવી શકે છે. ધાણા બેન્ચમાર્ક વાયદો રૂ.7250ની સપાટી પર બંધ રહ્યો હતો. ધાણાનાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઈગલ ક્વોલિટીમાં મશીનક્લીનનાં રૂ.7600 અને શોર્ટેક્સનો ભાવ રૂ.7700 હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂ.6,900 અને શોર્ટેક્સમાં રૂ.6,800 હતા.
લસણના ખેડૂતોએ હાલના માટે વાવેતરની તૈયારી શરૂ કરી છે. વીતેલા વર્ષ મુજબ આ વર્ષે પણ લસણની ખુલતી બજાર સારી રહેવાની ધારણા છે, જેથી લસણ વાવનાર ખેડૂતો માટે ભાવની ચિંતા કરવાની જરૂર નથી. લસણના બજારમાંથી મળતી માહિતી પ્રમાણે, બિયારણની માંગ કદાચ વધુ નથી, પરંતુ ખેડૂતો ખરીફ પાકમાંથી મળેલા રૂપિયાથી બિયારણની ખરીદી ચાલુ રાખશે ધારણા છે. સૌરાષ્ટ્રમાં 16 ગુંઠાનાં વીઘા પ્રમાણે, બિયારણમાં જ રૂ. 30,000 થી 35,000 જેટલો ખર્ચ થાય છે. મધ્યપ્રદેશમાં વરસાદની સ્થિતિ સારી રહેતા, લસણનું વાવેતર ગત વર્ષ પ્રમાણે જળવાયેલ રહેવાની ધારણા છે. જો કે મધ્યપ્રદેશમાં 25% ઉટી લસણના પાક નિષ્ફળ થયો હોવાની વાત બજારમાં આવી છે. ઉપરાંત, ચાઇના લસણના દખલથી સહિત અન્ય રાજ્યોમાં થોડું તણાવ જોવા મળ્યો છે. તાજગીની દ્રષ્ટિએ ચાઇના લસણ ઉત્તમ છે, પરંતુ તેનો સ્વાદ ફિક્કો હોવાનાં મત છે. ગુજરાતમાં લસણના ભાવ ફરી સુધર્યા છે. તેમ છતા પાણીની સુવિધાઓ અને વાવેતરના કદને કારણે આ વર્ષે થોડી વધ-ઘટ જોવા મળી શકે છે. હાલ લસણની બજારના ભાવ રૂ.5,000 ની આંબી ગયા છે.
2024-25માં ખાંડનું ઉત્પાદન 33.7 મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે. આ વરસમાં સાનુકૂળ વરસાદને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા શેરડી ઉગાડતા મુખ્ય પ્રદેશોમાં જળાશયના સ્તરમાં સુધારો થયો છે. શેરડી માટે સારો વરસાદ મહત્વપૂર્ણ છે કારણ કે તે સિંચાઈ માટે વપરાતા ભૂગર્ભજળને ફરી ભરે છે અને ઉપજ કોઈપણ નકારાત્મક અસરને મર્યાદિત કરે છે. સરકાર માટે ખાદ્ય સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે, તેથી સ્થાનિક ખાંડના વપરાશ સાથે ઇથેનોલના ઉત્પાદનને સંતુલિત કરવામાં પડકારો રહેવાના.ભારત ઈથેનોલના ઉત્પાદન માટે વિવિધ પ્રકારના ફીડસ્ટોક્સનો ઉપયોગ કરે છે જેમાં શેરડી ઉદ્યોગ સૌથી મોટો ફાળો આપનાર છે. અન્ય ફીડસ્ટોક સ્ત્રોતોમાં તૂટેલા ચોખા, અનાજ અને સમાવેશ થાય છે.
ભારતે ખાદ્ય તેલનું ઉત્પાદન સાત વર્ષમાં બમણું કરવા માટે 101 અબજ રૂપિયા (1.2 બિલિયન) કાર્યક્રમને મંજૂરી આપી હતી, જેનો હેતુ મોંઘી આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે, સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત ખાદ્ય તેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે, ભારત મુખ્યત્વે ઈન્ડોનેશિયા, મલેશિયા, આર્જેન્ટિના, રશિયા અને યુક્રેનમાંથી પામતેલ, સોયાતેલ અને સૂર્યમુખી તેલની વિદેશી ખરીદી દ્વારા તેની લગભગ 66% માંગ પૂરી કરે છે. આ કાર્યક્રમ હેઠળ ઉચ્ચ ઉપજ આપતી જાતોને પ્રોત્સાહન આપીને અને વિસ્તરણની ખેતી દ્વારા તેલીબિયાંની ઉત્પાદકતામાં વધારો કરવામાં આવશે. ઉચ્ચત્તમ બીજ વિકસાવવા માટે જીનોમ એડિટિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, એમ જણાવાયું છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્તમાન ઉત્પાદન 12.7 મિલિયન મેટ્રિક ટનથી 2030-31 સુધીમાં 25.45 મિલિયન ટન સુધી વધારવાનો છે, જે દેશની અંદાજિત સ્થાનિક જરૂરિયાતના લગભગ 72%ને પૂર્ણ કરે છે. દેશનું ખાદ્યતેલનું આયાત બિલ 2006-07માં 2.2 બિલિયનથી વધીને 2023-24માં 15 બિલિયન થઈ ગયું. આ જ સમયગાળા દરમિયાન, ભારતની ખાદ્યતેલની આયાત મિલિયન ટનથી વધીને 15.5 મિલિયન મેટ્રિક ટન થઈ છે. ગયા મહિને, ભારતે તેલીબિયાંની નીચી કિંમતો સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને બચાવવા માટે ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્ય તેલ પરના મૂળભૂત આયાત કરમાં 20 ટકાનો વધારો કર્યો હતો.

Latest articles

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

અમરેલીનાં માર્કેટયાર્ડમાં વાહન ભાડા કરતા શખ્સે ચણાનાં કટાની ચોરી કરી

અમરેલી, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલીમાં તા.18/12/2024 ને બુધવારના રોજ વાહનભાડાનો ધંધો કરતાં ઇસમ...

Latest News

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...