રાજુલા,
અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં ભારે વાહનો પ્રવેશ કરવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી ઉપરાંત કલેકટરનું રાજુલા શહેરમાં જાહેરનામું પ્રસિદ્ધ અગાવ કરેલું છે છતાં ભારે વાહનોને રાજુલા શહેરમાં પ્રવેશવું નહિ બાયપાસ હોવાના કારણે તેમ છતાં કેટલાક ભારે વાહનો જેમાં મોટાભાગની ટ્રાવેલ્સ બસ ધારકો સહિત ભારે વાહનો દોડતા હતા તેની સામે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રાજુલા પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે રાજુલા પી.આઈ.વી.એમ. કોલાદ્રા, પી.એસ.આઈ. ચૌહાણ,હડીયા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા ભારે વાહનોમાં ભારે દોડધામ સાથે ફફડાટ ફેલાયો છે. 2 દિવસથી ભારે વાહનો સામે વોચ રાખી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા શહેરના લોકોએ આવકારી હતી. રાજુલા પોલીસ 2 દિવસથી રાત્રીના સમયે વહેલી સવારે બપોર બાદ રાજુલા પોલીસએ ચેકીંગ અને પેટ્રોલીંગ શરૂ કરતા 1 ટ્રાવેલ્સ બસ ડિટેઇન કરી 207 મુજબ મેમો આપી કાર્યવાહી હાથ ધરી અન્ય વાહનોમાં કુલ 14 એન.સી.કેસ નોંધ્યા અને રૂપિયા 7000 જેટલી રકમનો દંડ ફટકારતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે તમામ ભારે વાહનો ટ્રાવેલ્સ બસ ધારકોને સુચનાઓ આપવામાં આવી ભારે વાહનોનું જાહેરનામું હોવાને કારણે શહેરમાં પ્રવેશવા દેવા નહિ ભારે વાહનો આવશે તો પોલીસ કયદેસરની કાર્યવાહી હાથ ધરશે.