અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર મહુવા તરફથી ફોરવિલ કાર પસાર થતી વખતે સામેથી બાઇક સવાર આવતા બંને સવારને ફોરવિલ કાર ચાલકે ઉલાળયા નીચે સર્વિસ રોડ ઉપર 50 નીચે પટકાતા બંનેના કમકમાટી ભર્યા મોત થયા ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલ્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફરજ પરના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા ઘટના સ્થળે રાજુલા પોલીસ દોડી તપાસ હાથ ઉપરાંત નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત થતા વાહન ચાલકો ઉભા રહેતા ટ્રાફિક જામ થયો હતો અકસ્માતમાં ફોરવિલ ચાલક ફરાર થયા હતા રાજુલા પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૃતક દિપકકુમાર ગુપ્તા ઉંમર 29 યુપી રાજય,કૃષ્ણનંદ બાગ ઉંમર 27 વેસ્ટ બંગાળ રાજ્યના રેહવાસી બંનેના ઘટનાના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે મૃતકો સ્થાનિક નેશનલ હાઇવેમાં કામ ખાનગી કંપનીમાં કામ કરતા હતા હોસ્પિટલમાં ખસેડતા ખાનગી કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા.
રાજુલા નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં બે નાં મોત : 50 ફુટ ઉંચાઇએથી બાઇક સવારો ઉછળી પટકાયાં
Published on