જુનાગઢ,
જુનાગઢ રેન્જ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતા,ના.પો.અધિ. હિતેશ ધાંધલીયા દ્વારા વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી આચરનારા ગુનેગારોને સત્વરે પકડી પાડવા સુચના આપતા બી.ડિવિઝન પી.આઈ.પી.સી.સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઈ.એસ.એ.સાંગાણી તથા પોલિસ સ્ટાફે જુનાગઢ વિસ્તારમાં ફરિયાદી દિવ્યેશભાઈ ભરતભાઈ ભુતૈયા રહે.જુનાગઢવાળાને આર્મીના કેપ્ટન તરીકેની ઓળખ આપી રેલ્વેમાં લોકો પાયલોટની નોકરી અપાવવાની લાલચ આપી વિશ્ર્વાસઘાત કરી રૂ/.3,03,000 ની છેતરપીંડી કરી ધાકધમકી આપ્યાની ફરિયાદ આપતા પોલિસે ગુનો નોંધી આરોપી પ્રવિણ ધીરૂભાઈ સોલંકી, રહે.પીપળવા બાવાના તા.કોડીનારવાળાને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.