રાજુલા,
અમરેલી જિલ્લામા સિંહોના વીડિયો સોશ્યલ મીડિયામાં સૌવથી વધુ વાયરલ થય રહ્યા છે રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સુરેશભાઈ અગ્રવાતના રહેણાંક મકાનમા અડધી રાતે સિંહ પરિવાર દીવાલ ઉપર છલાંગ લગાવી અંદર પ્રવેશ્યા બાદ સિંહો રૂમના દરવાજા બંધ છે અને બહાર શ્વાનની જેમ ફરી રહ્યા છે સમયે આસપાસના લોકો ઉઠી જતા સિંહો બહાર નીકળવા દોડધામ કરી રહ્યા હતા સિંહો ચારે તરફ દોડધામ કરતા જોવા મળ્યા અંતે આસપાસના લોકોએ ગેટ ખોલી દેતા સિંહો છલાંગો મારી બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટના 2 દિવસ પહેલાની છે અને વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થતા ઘટના સામે આવી છે.