અમરેલી,
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરાએ ચોરી અથવા છળ કપટથી મુદ્દામાલ મેળવી ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓ અંગે પેટ્રોલીંગ ફરી ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી અત્રેના જીલ્લાના પો.સ્ટે.માં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા રાજુલા પો.સ્ટેના સર્વેલન્સ સ્કોડને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી બે શકમંદ શખ્સો અમીતભાઇ વિજયભાઇ સોલંકી, અલ્પેશભાઇ મુકેશભાઇ સોલંકીને ચોરી અથવા છળ કપટથી મેળવેલ કુલ-10 મોબાઇલ સાથે પકડીપાડી ચલાલા પો.સ્ટે.ના ઘરફોડ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાનો ભેદ રાજુલા પોલીસે ઉકેલ્યો છે.