અમરેલી,
સને- 2022 ની સાલમાં રાજુલા મુકામે આ કામના ફરિયાદી કલ્પિતભાઈ રામજીભાઈ ચાંડપા ઉપર આ કામના આરોપી (1) મુકેશભાઈ જગજીવનભાઈ જાની તેમજ (2) વિશાલ મુકેશભાઈ જાનીએ તેમની બહેને આ કામના આરોપી સાથે પ્રેમલગ્ન કરેલ હોય. જેનું મનદુખ રાખી ફરિયાદી ઉપર હુમલો કરી માર મરેલ છે, તેવો આક્ષેપ હતો. જે સબબની ફરિયાદ કલ્પિતભાઈ રામજીભાઈ ચાંડપાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમ-307,323,504,506(2), 427,341,114 તેમજ એટ્રોસીટી એક્ટની કલમ- 3(2) (સ્,3 (2) (ફછ), 3(1)(ઇ)(જી) મુજબ ગુન્હો નોંધાયેલ હતો, જે કેસ મહે. શ્રી રાજુલાના સ્પેશ્યલ જજની કોર્ટમાં સ્પે. એટ્રો. કેસ નં. 05/2022 થી ચાલી જતાં નામ. કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલો.ઉપરોક્ત કેસ તમામ આરોપીઓ તરફે અમરેલીના ખ્યાતનામ એડવોકેટ ગિરીશ એમ. દવે તથા વિશાલ દવે રોકાયેલ હતા.