અમરેલી,
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની સીમમાં દલેશ્ર્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ પાણીના વોકળામાં એસએમસીના હે.કોન્સ. અરજણભાઈ વશરાએ દેશી દારૂની ભઠી ગાળતા દેશી દારૂ 308 લીટર રૂા.61,600,દેશી દારૂ ગાળવાનો વોશ 2775 લીટર રૂા.79,375 ,એક મોબાઈલ રૂા.5000,મારૂતિ સ્વીફટ કાર જી.જે.25 એ.1913,પાણીની ઈલેકટ્રીક મોટર, જલાવ લાકડા, તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા.2,90,955 નો મુદામાલ કબ્ઝે કરવામાં આવેલ.રેઈડ દરમ્યાન અશોક વિરાભાઈ કોળી રહે. મોટા ઝીંઝુડા, ભઠી ઉપરથી નાસી જનાર બે અજાણ્યા શખ્સો,મારૂતિ સ્વીફટ કારનો માલિક તથા દેશી દારૂ લેનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની સાવરકુંડલા રૂરુલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.