રાજુલા,
રાજુલા વિસ્તારના સૌથી મહત્વના રોડ એવા રાજુલા ડુંગર રોડને 32.50 કરોડ ની મતદાર રકમ ફાળવવામાં આવતા અને નવીનીકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળતી વિગત મુજબ રાજુલા ના ધારાસભ્ય સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના સદસ્ય વિક્રમભાઈ સાંખટશુકલ ભાઈ બલદાણીયા જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ચૌહાણ ભરતભાઈ જોશી કુંભારિયાના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ગુજરાત સરકારમાં રાજુલા ડુંગર રોડના નવીનીકરણ માટે માંગણી કરી હતી તેમજ આ વિસ્તારમાં પૂજ્ય રમેશભાઈ ઓઝા ના વતન દેવકા ખાતે વિદ્યાપીઠ પણ આવેલું ત્યારે શાળાઓના હિતમાં આ રોડના નવીનીકરણ માટે ગુજરાત સરકારમાં રૂબરૂ પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને અમરેલી જિલ્લા માટે સરકારશ્રી દ્વારા વિવિધ રસ્તાઓ પહોળા કરવાના કામોને મંજૂરી મળતા જેમાં રાજુલા ડુંગર રોડને આ 12 ંસ ના રસ્તાને હાલમાં જે 5.50 મીટર પહોળો રસ્તો છે તેને 10 મીટર કરવાની કામગીરી સ્ટ્રક્ચર તેમજ વાઈડનીંગ અને રીકન્ટ્રક્શનની કામગીરી રૂપિયા 32.50 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. પરિણામે 10 જેટલા ગામોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે મારા મતક્ષેત્ર રાજુલા વિધાનસભામાં રાજુલા ડુંગર રોડ કે જ્યાં ખાંભલીયા દેવકા જ્યાં પૂજ્ય રમેશભાઈ પ્રેરિત દેવકા વિદ્યાપીઠ આવેલું છે આ તાલુકાનું બીજા નંબરનું ડુંગર ગામ છે ડુંગર ગામને રાજુલા આવવા જવામાં મુશ્કેલી હતી કુંભારીયા સહિતના ગામોને જોડતા આ રોડને ગુજરાત સરકાર દ્વારા હાલના 5.50 મીટર પહોળા રસ્તાને 10 મીટર પહોળો કરવા માટે રૂ.32.50 કરોડની મંજૂરી આપવા બદલ ગુજરાતના યશસ્વી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પટેલનો આભાન વ્યક્ત કર્યો હતો.