સાવરકુંડલા,
સાવરકુંડલા નગર પાલિકાએ 20 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું ટીમ દ્વારા વેપારીઓ પાસેથી રૂા. 1400નો દંડ વસુલાયો છે. સાવરકુંડલાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. નગર પાલિકાની ટીમે અહીથી 20 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ હતુ.પાલિકાની ટીમ દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓ અને રિટેલરો તેમજ દુકાનદારોને ત્યાં ગેરકાયદેસર – પ્લાસ્ટિકનું ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ. સાવરકુંડલા પાલિકા – વિસ્તારમાં આવેલ અલગ અલગ 6 સ્થળો એથી વેપારીઓ પાસેથી 20 કિલો ગેરકાયદેસર પ્લાસ્ટિક ના જપ્ત કરીને 1400 રૂપિયાનો દંડ ની વસુલવામાં આવ્યો હતો.અંતે ઉલ્લેખનીય છેકે સરકાર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતા હોય છે. ત્યારે સાવરકુંડલા પાલિકા દ્વારા તપાસ કરતા 20 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.