બગસરા,
શ્રી સહયોગ શરાફી સહકારી મંડળી લી. બગસરા શાખાના કરજદાર દિલીપભાઈ કૃષ્ણકાંતભાઈ પાઠક રહે.બગસરા ઠે. પાસે. જુની શાકમાર્કેટ એ મંડળી માંથી રૂા. 4,50,000/- પુરા નું સભાસદ હોવાને લીધે લોન ધિરાણ લીધેલ જે લોન ના બાકી હપ્તાઓ પેટે ની રકમ રૂા. 79,951/- પુરા નો ચેક આપેલ જે ચેક મંડળી ના ખાતામાં વટાવવા નાખતા જે ચેક અપુરતા ભંડોળ ના કારણે ચેક રીટર્ન થતા આરોપી ને મંડળી મૈાખીક અને તેમના વકિલશ્રી એ નોટીસ મારફત જાણ કરવામાં આવેલી હતી છતા આરોપી એ મંડળી ની રકમ આપેલ નહી જેથી મંડળી ના મેનેજર પ્રફુલભાઈ જી. નળીયાપરા દ્વારા બગસરા કોર્ટમાં ધી નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ 138 મુજબ કેસ દાખલ કરેલ હતો. તે કેસ મહે. બગસરા ના જયુડી. મેજી. ફ.ક. શ્રી એસ. એમ. પટેલ સાહેબ સમક્ષ ચાલી જતા આરોપી દિલીપભાઈ કૃષ્ણકાંતભાઈ પાઠકે ને આ કામના ફરીયાદી (મંડળી) તર્ફે ના વકિલ શ્રી એસ.પી. પઢિયાર ની ધારદાર દલીલ, ફરીયાદી તરફે ના સજજડ પુરાવાઓ રજુ કરતા તે નામદાર કોર્ટે ધ્યાને લઈને આરોપીને 6 (છ) માસની સાદી કેદની સજા અને ફરીયાદી (મંડળી) ને બાકી ની રકમ રૂા. 46,951/- પુરા ચુકવવા અને સદર રકમ ચુકવવા કસુર કરેતો વધુ 3(ત્રણ) માસની સાદી કેદની સજા ભોગવવા નો અને આરોપી નામ. કોર્ટમા હાજર રહેતા ન હોય જેથી પકડ વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરવામા આવેલ છે.