Homeઅમરેલીબિશ્ર્નોઈના આતંક સામે પોલીસ કશું ના કરી શકે એ કેવી લાચારી ?

બિશ્ર્નોઈના આતંક સામે પોલીસ કશું ના કરી શકે એ કેવી લાચારી ?

Published on

spot_img

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બરે ચંદીગઢની મુલાકાતે જવાના છે પણ એ પહેલાં મંગળવારે સવારે સેક્ટર-26માં બે ક્લબની બહાર થયેલા બે બોમ્બવિસ્ફોટોના કારણે ખળભળાટ મચ્યો છે. સેવિલે બાદ જોરદાર વિસ્ફોટ હતો. ધુમાડો વધતાં જ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી બંને ડી’ઓરા ક્લબની બહાર બોમ્બ ફેંકવા ગયા હતા. આ બંને ક્લબ વચ્ચે લગભગ 30 મીટરનું અંતર છે.
લોરેન્સ ગેંગના ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બ્લાસ્ટની જવાબદારી લેતાં લખ્યું છે કે, બાદશાહે ખંડણી એટલે કે પ્રોટેક્શન મની આપતાં ચીમકી આપવા બ્લાસ્ટ કરાયા છે.બાર અને લાઉન્જ ક્લબ તથા ડી’ઓરા રેસ્ટોરન્ટની બહાર વહેલી સવારે થયેલા બ્લાસ્ટમાં સદભાગ્યે કોઈને જાનહાનિ થઈ નથી પણ વિસ્ફોટમાં સેવિલે બાર એન્ડ લોન્જ અને ડી’ઓરા ક્લબની બહારના કાચ તૂટી ગયા હતા.વડા પ્રધાનની યાત્રાને ગણીને અઠવાડિયું બચ્યું છે.ત્યારે ચંદીગઢમાં બ્લાસ્ટ થાય તેના કારણે કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા સામે તો સવાલ ઉઠ્યા જ છે પણ લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગની વધતી દાદાગીરીનો મુદ્દો પણ ચર્ચામાં છે કેમ કે આ બંને બ્લાસ્ટની જવાબદારી લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગે સ્વીકારી છે. ચંદીગઢમાં જ્યાં વિસ્ફોટ થયો હતો એ પોશ વિસ્તાર છે. આ બંને ક્લબની નજીકમાં શાકમાર્કેટ છે. ઘણી કેન્દ્રીય સંસ્થાઓ નજીકમાં છે. પોલીસલાઇન અને સેક્ટર-26 પોલીસ સ્ટેશન પણ છે ને છતાં બ્લાસ્ટ કરવાની હિંમત કરાઈ એ મોટી વાત છે. નરેન્દ્ર મોદી ત્રીજીએ ચંદીગઢ આવવાના છે તેથી પોલીસ એલર્ટ મોડ પર છે. પીએમની સુરક્ષા ટીમ પણ એક-બે દિવસમાં ચંદીગઢ આવવાની છે. આ કારણે પોલીસ વધારે સતર્ક હતી છતાં પોશ વિસ્તારમાં કરીને આ બ્લાસ્ટ કરનારાંએ પોલીસનું નાક વાઢી લીધું છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.આ બ્લાસ્ટની ઘટના એટલે પણ ચર્ચામાં છે કે, પ્રખ્યાત રેપર બાદશાહ સેવિલે બાર અને લાઉન્જ ક્લબના માલિકોમાં ભાગીદારી છે. સેવિલે બાર એન્ડ લોન્જના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ઉલ્લેખ કરાયો છે કે આ રેસ્ટોરન્ટ રેપર બાદશાહની માલિકીની બાદશાહનું ઇન્સ્ટા આઇડી પણ સાથે ટેગ કરાયું છે. બીજી રેસ્ટોરન્ટ પણ બાદશાહની માલિકીની છે.વહેલી સવારે માસ્ક પહેરેલા આરોપીઓ સેક્ટર-26 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યા અને બાઇક સ્લીપ રોડ પર પાર્ક કર્યા પછી પહેલાં તેમણે સેવિલે બાર અને લોન્જની બહાર ક્રૂડ બોમ્બ ફેંક્યો. આ ઘટના સીસીટીવીમાં દેખાય છે કે, સવારે વાગ્યે એક યુવકે ક્લબ તરફ બોમ્બ જેવી વસ્તુ ફેંકી હતી.આ સોશિયલ મીડિયા પોસ્ટમાં લોરેન્સ ગેંગના ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા 2 બ્લાસ્ટની જવાબદારી લે છે એવું લખીને કહેવાયું છે કે, આ બંને ક્લબના માલિકોને પ્રોટેક્શન મની માટે મેસેજ કરવામાં આવ્યો હતો પણ તેમણે અમારા મેસેજને નકાર્યા. તેમના કાન માટે આ ધડાકા કરવામાં આવ્યા હતા. જે કોઈ અમારા કોલ્સને અવગણી રહ્યા છે તેણે સમજી લેવું જોઈએ કે આનાથી મોટું કંઈક થઈ શકે છે.ચંદીગઢ સાયબર પોલીસે આ પોસ્ટની તપાસ શરૂ કરી છે. બીજી તરફ બ્લાસ્ટની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં જે બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો તેમાં ખીલા અને જ્વલનશીલ સામગ્રી ભરેલી હતી. આ બધી વસ્તુઓ પણ સ્થળ પરથી મળી આવી છે. પોલીસ માની રહી છે કે, દેશી બનાવટના બોમ્બ એટલે કે સૂતળી બોમ્બમાં ખિલા ભરીને ક્રૂડ બોમ્બ બનાવાયા હતા.ચંદીગઢમાં પહેલી વાર આ હુમલો થયો નથી. આ પહેલાં લગભગ બે મહિના પહેલાં ચંદીગઢના સેક્ટર-10ના વિસ્તારમાં એક રિટાયર્ડ પ્રિન્સિપાલ ભૂપેશ મલહોત્રાના ઘર પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ બ્લાસ્ટના કારણે ઘરમાં 7થી 8 ઈંચનો ખાડો પડી ગયો હતો. બારીઓના કાચ તૂટી ગયા હતા. આ હુમલો કરનારા ત્રણ હુમલાખોર એક ઓટોમાં આવ્યા હતા અને ઘટના બાદ એ જ ઓટોમાં ફરાર થઈ ગયા હતા.ગોલ્ડી બ્રાર છે તેમ લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગે બ્લાસ્ટ કરાવ્યો હોય તો એ ચંદીગઢ પોલીસ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય. લોરેન્સ બિશ્ર્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે ને એ ત્યાં બેઠો બેઠો ખંડણી માગી શકે, ખંડણી માટે બ્લાસ્ટ કરાવી શકે એ જોતાં લોરેન્સ બિશ્ર્નોઈ કાયદાથી પર છે ને ખુલ્લેઆમ મજાક ઉડાવી રહ્યો છે એવું લાગે.લોરેન્સ બિશ્ર્નોઈએ એ પહેલાં સલમાન ખાનને ધમકી આપીને તેના ઘર પર ફાયરિંગ કરાવ્યું હતું. બિશ્ર્નોઈ સમાજ માટે પવિત્ર મનાતા કાળિયારના શિકારના કેસમાં સલમાન ખાન દોષિત ઠર્યો છે. લોરેન્સ બિશ્ર્નોઈએ સલમાનને આ મહાપાપ બદલ જોધપુર આવીને બિશ્ર્નોઈ સમાજની મહાપંચાયત સામે માફી માગવા કહેવું.સલમાને માગવાનો ઈન્કાર કરી દીધો હતો. તેના પગલે લોરેન્સ બિશ્ર્નોઈએ સલમાનને ધમકી આપેલી અને પછી સલમાન ખાનના ઘર પર ફાયરિંગ પણ કર્યું હતું. લોરેન્સે સલમાનની નજીકનાં લોકોને પણ પોતે પતાવી દેશે એવી ધમકી આપેલી. બાબા સિદ્દીકી સલમાન ખાનના ખાસ માણસોમાં એક હતા. બિશ્ર્નોઈના આતંક સામે પોલીસ કે સત્તાવાળા કશું ના શકે એ કેવી લાચારી કહેવાય ?

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...