અમરેલી,
સાવરકુંડલામાં લોહાણા મહાજન સમાજની વાડી સામે તા.28-11 ના સવારના 9:30 કલાકે લોહાણા સમાજની વાડી સામે વાહન પાર્કીગ માટે ચણતર કામ શરૂ હોય.અને ત્યાં સાવરકુંડલાના રહીમ ફતેહભાઈ ગોરીને ત્યાં આગળ કેબીન મુકવું હોય.જેથી રાજેશભાઈ સુરેશભાઈ નાગરેચાએ કેબીન મુકવાની ના પાડતા રહીમ ફતેહભાઈ, ઈબ્રાહીમ ફતેહભાઈ, શાહબુદીન રહીમભાઈ ગોરીએ એક સંપ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી બનાવી વેપારી રાજેશભાઈ નાગરેચા તથા અન્યો ઉપર શાહબુદીને પાવડાના હાથા વડે તેજસભાઈને વાસાના ભાગે મારમારી મુંઢ ઈજા કરી તેમજ આરોપીઓએ રાજેશભાઈ તથા જગદીશભાઈને શરીરે ઢીકાપાટુંનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં રાજેશભાઈ સુરેશભાઈ નાગ્રેચાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવમાં આરોપી રહિમ ફતેહભાઇ ગૌરી, ઇબ્રાહીમ ફતેહભાઇ ગૌરી, શાહબુદી રહીમભાઇ ગૌરી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ આરોપી સહિત 4ની પોલીસે અટકાયત કરી હતી. વધુ એક અજાણ્યા શખ્સની શોધખોળ પોલીસે શરૂ કરી છે.
સાવરકુંડલામાં વેપારી અને ભાજપ આગેવાન ઉપર હુમલાના બનાવમાં ચાર શખ્સોને ઝડપી લેતી પોલીસ
Published on