અમરેલી,
ધારીના દુધાળામાં કેસર કેરી આંબાવાડીઓમાં આવી હતી અને બજારમાં પહોંચી હતી. ધારીના દુધાળા ગામે કેસર આંબાઓમાં હજુ તો શિયાળાનું આગમન થયું છે ત્યાં આંબે કેસર કેરી આવવા લાગી છે અને કેસર કેરી ધારી માર્કેટ યાર્ડમાં પણ આવી હતી. શ્રી રાજુભાઇ હુદાણીએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં 10 થી 15 કિલો જેટલી કેસર ખાખડી ટાઇપની કેરી 180ના ભાવે વેચાઇ હતી. ખાસ કરીને અત્યારે પરપ્રાંતની કેરીઓ આવે છે અને કેસર કેરી શિયાળાની મધ્યમાં આવે તેના બદલે ઓણસાલ કેસર કેરીનો વહેલો ફાલ આવ્યો છે. પ્રકૃતિની અસર કે, અન્ય કોઇ કારણોસર કેરીની સિઝનમાં ફેરફાર થયો હોય તેમ કેસર કેરીઓ લુંબેને ઝુંબે આવ્યાની સાથે બજારમાં પણ પહોંચી ગઇ છ. તે ઉપરથી એવો અંદાજ આવે છે કે, ઓણસાલ કેસર કેરીની સિઝન વહેલી શરૂ થશે. દર વર્ષે શિયાળાના આગમન પહેલા તોતા કેરી આવે છે.હાલ તોતા કેરીનું વેચાણ થાય છે તે સમયે કેસર કેરીનું આગમન થતા બાગાયતીઓ પણ ખુશ ખુશાલ જોવા મળે છે.