ધારી,
નવનિયુક્ત આઇપીએસ શ્રી જયવીર ગઢવીએ આજે ચલાલા પોલીસ મથકનાં માણાવાવની મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી. ધારી ડિવીઝનમાં નવનિયુકત થયેલા આઇપીએસ અધિકારી જયવિર ગઢવીએ આજે ચલાલા પોલીસ સ્ટેશનના માણાવાવ ગામની મુલાકાત લીધી હતી. અને ગામની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. ગામમાં કોઇપણ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય તો પોલીસને વાકેફ કરવા તેમજ ખેતીવાડીમાં રહેતાં મજુરોના આધાર કાર્ડ મેળવી પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવા પીઆઇ ચલાલાને સુચના આપવામાં આવી હતી.