Homeઅમરેલીગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

Published on

spot_img

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી. શહેરમાં પહેલેથી જ જેઓ સાદગીથી રહે છે અને માત્ર ઘરના જ રોટલા ખાવા ટેવાયેલા છે તેઓ ટકી છે. આજના શહેરો સાવ બદલાઈ ગયા છે. કાં તો તમે ચિક્કાર ધનસંપત્તિમાં આળોટતા હો તો શહેરમાં રહી શકો. અથવા સાવ સામાન્ય સ્થિતિમાં રહેતા આવડતું હોય તો શહેરમાં પોસાય. કોઈ સરકારને દોષિત માને તો માને પણ હકીકતમાં બજારની તેજી અને મંદી માટે પ્રજા પોતે જ જવાબદાર હોય છે. જે મોટે પહેલા શહેરો તરફ બધા ધસી જતાં હતા એવું હવે નથી. આપણી પ્રજાએ શહેરોમાં જ એટલું બધું ધ્યાન આપ્યું કે ગામડાંઓ ભૂતાવળ જેવા ખાલીખમ થઈ ગયા. આનું એક કારણ એ છે કે આપણે વિચાર્યા વિનાના ખર્ચ કરવાની કુટેવનો ભોગ બન્યા છીએ. ગામના ચોકમાં મોચી બુટ સિવી આપતા હતા જે કંપનીઓ વધુ સારા હતા. આજેય એ બુટ કોઈ કોઈ ગામમાં મળે છે. એની કિંમત બ્રાન્ડેડ કંપનીના બુટથી ત્રીજા ભાગની કે પાંચમા ભાગની હોય છે અને ક્યારેક તો એનાથીય ઓછી હોય છે. એ પડતા મૂકીને બ્રાન્ડેડના રવાડે ચડ્યા. કપડામાં પણ એવું થયું. આપણે જે શર્ટ પહેરીએ છીએ એમાં પચીસ રૂપિયાનું સૂતર છે. એને કલર કરવામાં વીસ રૂપિયાનો ખર્ચ થાય. વળી એને નાના ગામમાં સિવડાવો તો કદાચ સો રૂપિયા સિલાઈના થાય. એની સામે પાંચસો અને હજાર રૂપિયાના અને એથીય વધુ મોંઘા શર્ટની બોલબાલા છે.
ગાંધીજીએ ગામડાંઓને સ્વનિર્ભર કરવા માટે રેંટિયો આપ્યો જેને આઝાદી પછી ભારતીય પ્રજાએ ફેંકી દીધો. ગાંધીજી જાણતા હતા મધ્યમ વર્ગ માટે સૌથી મોટા વાર્ષિક ખર્ચમાં કાપડ-કપડાંનો ખર્ચ મુખ્ય છે. આજે પણ અલગથી દરેક પરિવારના કપડાં પાછળના કુલ ખર્ચનો સરવાળો કરવામાં આવે તો ખ્યાલ આવે કે આંકડાઓ ક્યાં પહોંચે છે. પરંતુ કાપડમાં ભારતને ગાંધીજીનું સ્વાવલંબન માફક ન આવ્યું. આજે વિદેશી રેડીમેઈડ ગારમેન્ટ ઉત્પાદકો ભારતમાંથી ધૂમ કમાણી કરે છે. અર્થશાસ્ત્ર આપણે અભરાઈ પર મૂકી દીધું. ન્હાવા માટે પંડ્યે સાબુને બદલે પથ્થર ઘસવાની સલાહ આપનારા એ પોરબંદરના વાણિયાને સમજતા દુનિયાને પચાસ વરસ લાગ્યા હતા પણ ભારતને તો હજુ બીજા બસ્સો વરસ લાગશે. આજે ચોતરફ મોંઘી ખરીદી દેખાય છે અને વળી પોતાની એ મૂર્ખતા પર લોકો ગૌરવ લેતા લેતા ઉલ્લળી-ઉલ્લળીને કરતા જોવા મળે છે. સસ્તાની વાતો હાસ્યાસ્પદ લાગે અને પાંચ જણા વચ્ચે એવી સસ્તાની વાતો કરો તો તમે મૂર્ખ ઠરો. ઘણું કમાયા પછી પણ જેમની જિંદગીમાં આર્થિક પતન આવે છે એના કારણો સાવ સામાન્ય હોય છે, એમાં ભૂલ એટલી જ હોય છે કે એને સામાન્ય માની લેવામાં આવે છે. સંપ્રદાયમાં એક કહેવત છે કે કુસંગીના ફંદમાં સત્સંગીના રોટલા.
આનો અર્થ એ થાય છે કે કુસંગી માણસ વ્યસનમાં જેટલો ખર્ચ કરે છે એટલામાં તો સત્સંગીઓના બે ઘર નભી શકે છે. વિચાર કર્યા વિનાનો દરેક ખર્ચ સરવાળે આપત્તિ નોંતરે છે. જેઓએ શહેરોમાં દસ-વીસ વરસ પરિવાર સાથે પસાર કર્યા પછી વતનમાં ખાવા પાછા ફરવું પડે છે એનું એક કારણ વ્યસન પણ હોય છે અને વ્યસનના તો હજાર પ્રકાર છે. ગામડાંઓમાં કોઈ ધંધો રોજગાર નથી એમ કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં એવું નથી. જેનામાં આવડત છે એ તો ગામડે બેઠાં પણ લાખો રૂપિયા કમાઈ શકે છે. ગામડે બેસી ખાલી ધાણાદાળ વેચીને કરોડોપતિ થયા હોવાના દ્રષ્ટાન્તો આપણી પાસે છે. ગામડે બેઠેલા લોકોના કરોડોનો માલ ભરેલા કન્ટેનરો દરિયામાં દેશાવરની ખેપ કરતા આપડે જોયા છે. સરકારી યોજનાઓનો લાભ લઈને વિવિધ પ્રોજેક્ટ પુરા કરીનેય અનેક એનજીઓ આજે દેશભરમાં ગામડે બેસીને જ કરોડોનું ટર્નઓવર કરે છે. વલસાડ અને નવસારી તરફના કેટલાક ખેડૂતો કૃષિપેદાશોની નિકાસ કરીને લાખો રૂપિયા કમાઈ લે છે. એમ ન કહેવાય કે ગામડે રહીને શું કરવું ? મહારાષ્ટ્રના થાણા જિલ્લાના ગામડાંનો માત્ર વીસ વરસનો એક છોકરો સેકન્ડ હેન્ડ હેલિકોપ્ટરનું વેબ પોર્ટલ ચલાવે છે. જેને જુના હેલિકોપ્ટર વેચવા છે અને જેને લેવા છે એની માર્કેટ આજે એના હાથમાં છે. ગયા વરસે એણે સત્તર નફો કર્યો. આ વરસે એનો ટાર્ગેટ પચીસ કરોડની દલાલી કમાવાનો છે.
સવારમાં ઉઠીને પથારીમાં જ મોબાઈલ હાથમાં લઈ ટિકટિક ચાલુ કરી દેનારા ને પછી ચાની માથે માવો ચડાવી છાપાના પાના ફેરવનારાઓને એ તો ખબર જ નથી હોતી કે જિંદગી કેવા પુરપાટ વેગે ધસમસતી આગળ વધે છે. જિંદગીના બહુ જ વરસો વેડફી નાંખતા લોકોને ગોતવા જવું પડે એમ નથી. જ્યાં નજર નાંખો ત્યાં એના જોઈએ એટલા નમૂનાઓ મળી રહેશે, જે બતાવે છે કે સમાજનો એક વર્ગ ખરેખર આડે પાટે ચડેલો છે. એની સામે ભલે નાનો પણ એક સમુદાય એવો છે જે સવારે પરિવાર સાથે જ દિનચર્યાની શરૂઆત કરે છે. બન્ને પૂજામાં સાથે જ બેઠા હોય. પછી સવારનો નાસ્તો સાથે કરે. રોટલી અને ઘી-ગોળ કે બાજરાનો રોટલો અને દહીં. ગયા વખતે જાફરાબાદ, રાજુલા અને ભેરાઈ પંથકમાં વરસાદ સારો થયો હતો એટલે બાબરિયાવાડનો બાજરો હજુ આવનારા ચોમાસા સુધી જમાવટ કરશે. અત્યારે આ શિયાળામાં એ બાજરાનો આસ્વાદ લેવા જેવો હોય છે. તો મીઠાશ જ કંઈ ઔર હોય છે. જેઓ શહેરના પૂરા અનુભવ પછી વતનમાં પાછા આવ્યા હોય એમણે વતનના પડતર કામો હાથમાં લેવા જોઈએ. પોતે જે ક્ષેત્રનો અનુભવ ધરાવતા હોય એ અંગે વતનીઓને માર્ગદર્શન આપવું જોઈએ. અને નવેસરથી જિંદગીનો એકડો ઘૂંટવો જોઈએ. કોઈ ઊંચામાં ચાલે ને ફરી પાછા ખોવાઈ જાય ફરી જીવન ચક્ર બદલતા ફરી ઊંચામાં મહાલવા લાગે એવા દ્રષ્ટાન્તો સહુની નજરમાં હોય છે.ગાંધીજીનો રેંટિયો આપણે ભલે ન અપનાવ્યો પરંતુ ગાંધીવિચાર પ્રમાણે વર્તમાનને મૂલવો તો કપાસના ઉત્પાદક કિસાનોની એફપીઓ કંપની એ જ કિસાનો દ્વારા ગ્રામ વિસ્તારમાં કાપડની મિલ પણ નિર્માણ કરી શકે છે. એફપીઓ હકીકતમાં ગ્રામજીવનમાં નૂતન પ્રાણ કરનાર અદ્ભુત આવિષ્કાર છે. એને અવસર કે તક માનીને કિસાનોએ સ્વીકારવાની જરૂર છે કારણ કે ગુજરાતમાં કપાસ ઉત્પાદકોની સંખ્યા નાની નથી. એટલે કે કિસાનો જ હવે કપાસના જિનના માલિકો બનશે. આ માલિકી કે ભાગીદારી એમને એફપીઓ આપશે.

Latest articles

ચલાલાનાં માણાવાવની મુલાકાતે આઇપીએસ શ્રી જયવીર ગઢવી

ધારી, નવનિયુક્ત આઇપીએસ શ્રી જયવીર ગઢવીએ આજે ચલાલા પોલીસ મથકનાં માણાવાવની મુલાકાત લીધી હતી અને...

લીલીયાના લાઠી રોડે નવ સિંહોનું ટોળુ આવ્યું

લીલીયા, લીલીયા શહેરના લાઠી રોડ પર આવેલ ગૌશાળા નજીક અંટાળીયા તરફથી નવસિંહોનું ટોળું આવી ચડેલ....

બાબરાનાં રાયપર અને અમરવાલપુરમાં સુવિધાપથ મંજુર

અમરેલી, લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી...

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરીને બિરદાવાઇ

અમરેલી, ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના...

Latest News

ચલાલાનાં માણાવાવની મુલાકાતે આઇપીએસ શ્રી જયવીર ગઢવી

ધારી, નવનિયુક્ત આઇપીએસ શ્રી જયવીર ગઢવીએ આજે ચલાલા પોલીસ મથકનાં માણાવાવની મુલાકાત લીધી હતી અને...

લીલીયાના લાઠી રોડે નવ સિંહોનું ટોળુ આવ્યું

લીલીયા, લીલીયા શહેરના લાઠી રોડ પર આવેલ ગૌશાળા નજીક અંટાળીયા તરફથી નવસિંહોનું ટોળું આવી ચડેલ....

બાબરાનાં રાયપર અને અમરવાલપુરમાં સુવિધાપથ મંજુર

અમરેલી, લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી...