રાજુલા,
રાજુલા શહેરમાં આવેલી આઈ. સી. આઈ. સી બેંક દ્વારા એક માનવતાનું કાર્ય કરવામાં આવ્યું હતું જે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના રાભડા મુકામે રહેતા ગીગાભાઈ મેર નામના આજથી છ માસ પહેલા શરતચૂકથી અરજદાર દ્વારા અન્ય અન્ય બેન્ક એકાઉન્ટમાં રૂપિયા એક લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા જે પૈસા રાજસ્થાન રાજ્યમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે ગીગાભાઈ મેર દ્વારા રાભડા ગામના આગેવાન અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધીરજલાલ પુરોહિત ને વાત કરતા આ બાબતે આઈ.સી.આઈ.સી બેંક મેનેજર અને તેના સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને છેલ્લા છ માસથી આ કાર્યવાહી ચાલુ હતી ત્યારે આજે આઈ સી આઈ સી બેંકના મેનેજર નીલકંઠભાઈ શાસ્ત્રી અક્ષયભાઈ જોશી તથા તમામ સ્ટાફ અને ગાંધીનગર સાયબર ક્રાઇમના લલિતભાઈ જીંજાળા મહેનત ને સફળતા મળી અને ગીગાભાઈ મેરના ખાતામાં ફરીથી એક લાખ આવતા આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ગીગાભાઈ મેરની બે દીકરીઓના આગામી 07.12.2024 ડિસેમ્બરના રોજ લગ્ન હોય તેવા સમયે આ મહા મૂડી જે પોતાની દીકરીઓ માટે રાખેલી હોય તે ખરા સમયે જ આ બેંક દ્વારા પરત કરવામાં આવતા એક દીકરીના બાપને પણ આનંદની લાગણી મળી હતી આ બાબતે ગીગાભાઈ મેરે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધીરજલાલ પુરોહિત દ્વારા સમગ્ર આઈ સી આઈ સી બેંક મેનેજર તેમજ તેમના સ્ટાફ તેમજ સાઇબર ક્રાઇમનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.