અમરેલી,
પોલીસ અધિક્ષક સંજય ખરાત અમરેલીનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર ડિર્લાનક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંઘાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ. જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી જિલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી ક2વા સતત પ્રયત્નશીલ રહેલ હોય એસ.ઓ.જી.ટીમ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દર્શમયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે “જાફરાબાદ સામાકાંઠા વિસ્તાર ખાતે રહેતા એક વ્યક્તી નામ વગરનું ગેરકાયદેસર દવાખાનુ/ક્લીનીક ચલાવતા હોય જે અન્વયે સદરહું જગ્યાએ મેડીકલ ઓફીસર સાથે રેઈડ ક2તા મુખત્યારહુસૈન ગુલામહુસૈન શેખ, ઉ.વ – 64, ધંધો – ડોક્ટર પ્રેકટીસ, રહે.જાફરાબાદ,, લાઈટ હાઉસ રોડ, શિતળાઈ માતાના મંદીરની સામે, તા.જાફરાબાદ, જિ.અમરેલીને એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ – 233 જેની કુલ કિ.રૂ.21,634/- સના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.અને પકડાયેલ શખ્સ વિરૂધ્ધ ગુનો 2જી,કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છેઆ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચનાં હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઈ.રફીકભાઈ રાઠોડ, યુવરાજસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. જયરાજભાઈ વાળા તથા મહેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.