અમરેલી,
ધારીમાં ખોડીયાર ડેમ અનેક લોકોની જીવાદોરી સમાન બન્યો છે. ખોડીયાર ડેમ સાથે ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાની રજુઆતથી રાજ્યનાં જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ધારી જળ સંપત્તિ યોજના મંજુર કરી રૂા.2.16.18.091નાં ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ કેનાલ સિસ્ટમ બાય કન્વર્ટીંગ ફ્લો કેનાલ સિસ્ટમ ઇનટુ કટીંગ કેનાલ સિસ્ટમ ઓફ ધારી માટે ઇરીગેશન યોજના મંજુર કરતા હવે ધારીનો સિંચાઇ ક્ષેત્રે પણ વિકાસ થશે. આ યોજના મંજુર કરવા બદલ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ તેમજ ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાએ રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરી છે. ધારીની આ જળસંપતિ યોજના ખેડુતો સહિત અનેક લોકોને લાભદાયી નિવડશે તેથી આ વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.