અમરેલી,
સતાધારની વિશ્ર્વપરીષદ આપાગીગાની જગ્યાએ લાખો કરોડો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્રબિંદુ છે.એટલે જેને સતનો આધાર,સતાધાર કહે છે.જગ્યાના મહંત પુજય વિજયબાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેઈલ કરી પૈસાનો તોડ કરવાનું આયોજનપુર્વક શડયંત્ર ચાલી રહયું છે. જે ગુનાહિત પ્રવૃતિ નિંદનીય અને દુ:ખદ છે.અમુક તત્વો દ્વારા સોશીયલ મીડીયા તેમજ ઈલેકટ્રીક મીડીયાના માધ્યમથી પાયાવિહોણા આક્ષેપો કરીને બદનામ કરવાની ચેષ્ટા કરી રહયા છે.કેટલીક વ્યકિતઓ સનાતન ધર્મને બદનામ કરવા ગુનાહિત કૃત્ય કરવાનો ઈતિહાસ ધરાવે છે. તથા વિજયબાપુનું ચરિત્ર્ય હનન કરવાનું દુભાગ્યપુર્ણ કાવતરા અને કૃત્ય કરી રહયા છે.જેના કારણે અમરેલી હિન્દુ ધર્મસેના,અમરેલી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ,સંત સમિતિ ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ,વિશ્ર્વ હિન્દુ પરીષદના અગ્રણીઓ અને કડિયા સમાજના લોકો દ્વારા અધિક કલેકટર શ્રીદિલિપસિંહ ગોહિલને મુખ્યમંત્રીને ઉદેશીને આવેદનપત્ર પાઠવી પુજય વિજયબાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ નિષ્પક તપાસ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી. સર્વ હિંદુ સમાજ વતી અમરેલી પાલિકાના શ્રી સુરેશ શેખવાએ જણાવ્યુ હતુ કે સમગ્ર હિંદુ સમાજની આસ્થાના પ્રતિક સમા સતાધાર ધામ સામે થયેલા આક્ષેપો વખોડી કાઢીએ છીએ આક્ષેપો પાયા વિહોણા છે આવુ કરનાર સામે પગલા લેવા આવેદન પત્ર પાઠવી રજુઆત કર્યાનું શ્રી સુરેશ શેખવા તથા અલ્કાબેન ગોંડલીયા સહિતે જણાવ્યુ હતું.