અમરેલી,
સાવરકુંડલાથી અમરેલી જઈ રહેલી કાર ચરખડિયા ગામે આવેલ નદીના પુલ ઉપરથી ડ્રાઇવર એ કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડી નીચે પડી બે વિદ્યાર્થીઓ અમરેલી પરીક્ષા આપવા જઈ રહેલા હોય બંનેનો આબાદ બચાવ થયો હતો તેમને થી સામાન્ય ઇજાઓ થઈ હતી અને કારચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.કાર ચાલક રસિકભાઈ સોલંકી રહેવાસી હુડલી નું ઘટના સ્થળે મોત થયું હતું અને કારમાં બેઠેલ સુમિત પરમાર ઉંમર વર્ષ 20 રહેવાસી સાવરકુંડલા તેમજ દક્ષિત રાઠોડ ઉંમર વર્ષ 19 રહેવાસી કેરાળા તાલુકો ધારી બંને નો આબાદ બચાવ થયો અને બંને અમરેલી ધાનાણી કોલેજમાં અભ્યાસ કરે છે સાવરકુંડલા 108 મારફતે બંને વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ સાવરકુંડલા તાલુકા પોલીસ અધિકારી ચૌધરી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.