રાજુલા,
રાજુલામાં કનુભાઈ લહેરી ની વાડીમાંથી બે મહાકાય અજગર દેખાયા બીપીનભાઇ લહેરીએ ટેલીફોનિક દ્વારા પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરીને જાણ કરી અને લહેરીએ રાજુલા વન વિભાગના આર.એફ.ઓ શ્રી વેગડા તથા ગોહિલ ને જાણ કરી અને તેમણે શેત્રુંજી ડિવિઝન ની રેસક્યુ ટીમ મા આશિફ પઠાણ ગુજરીયા ભરતભાઈ કુરેશી જુનેદભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને રેસક્યુ કરતા બે મહાકાય અજગર જે શિડયુલ વનમાં સમાવેશ થાય છે બંને અજગર ને પકડતા માલુમ થયું કે એક નર અને એક માદા હતા તેને પકડીને જંગલ તરફ મુક્ત કર્યા હતા રાજુલા વન વિભાગ ની ટીમ કામગીરીને શ્રી બીપીનભાઈ લહેરી, શ્રી ઉમેશભાઈ મોદી અને વિપુલભાઈ લહેરીએ બિરદાવી હતી