અમરેલી,
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત અમરેલી જિલ્લામાં 16 મંડલ પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જયારે અમરેલી શહેર તાલુકા અને દામનગર વિસ્તારના મંડલ પ્રમુખોની વરણી મુલ્તવી રાખી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતીની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતી દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતી સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસ્તા સાથે અમરેલી જિલ્લાના મંડલ પ્રમુખોની ચૂંટણી સંપન્ન કરવામાં આવી છે. જેના આધારે અમરેલી જિલ્લાના મંડલના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યા મુજબ ચલાલા શહેરમાં જીતેન્દ્રભાઇ મનુભાઇ કાથરોટીયા, લીલીયા તાલુકામાં જીજ્ઞેશભાઇ મનસુખભાઇ સાવજ, લાઠી તાલુકામાં પરેશભાઇ જીવકુભાઇ કનાડા, લાઠી શહેરમાં ધર્મેશભાઇ ભુપેન્દ્રભાઇ સોની, ખાંભા તાલુકામાં આનંદકુમાર જનકરાય ભટ્ટ, ધારી તાલુકામાં મૃગેશભાઇ બાબુભાઇ કોટડીયા, બાબરા તાલુકામાં હિતેષભાઇ સવજીભાઇ કલકાણી, બગસરા તાલુકામાં પ્રદિપભાઇ જયંતિભાઇ ભાખર, બગસરા શહેરમાં જયસુખભાઇ ધીરૂભાઇ સાદરાણી, કુંકાવાવ વડીયા તાલુકામાં વિપુલભાઇ ભીખાભાઇ વસાણી, રાજુલા તાલુકામાં ધીરૂભાઇ છગનભાઇ નકુમ, રાજુલા શહેરમાં વનરાજભાઇ વાચ્છુરભાઇ વરૂ, સાવરકુંડલા તાલુકામાં હિતેષભાઇ મનસુખભાઇ ખાતરાણી, સાવરકુંડલા શહેરમાં અનિરૂધ્ધસિંહ જસવંતિસિંહ રાઠોડ, જાફરાબાદ તાલુકામાં કુલદિપભાઇ ઘનશ્યમાભાઇ વરૂ, જાફરાબાદ શહેરમાં સંદિપભાઇ ભીમજીભાઇ શિયાળની વરણી કરવામાં આવી છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી રાજુુભાઇ શુકલાએ જણાવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, મંડલ પ્રમુખોની વરણીમાં અમરેલી શહેર તાલુકો અને દામનગરની વરણી બાકાત રાખી છે. આગામી દિવસોમાં વરણી કરાશે. સાથે સાથે જિલ્લા ભાજપમાં પણ વરણી કરવામાં આવે તેવી કાર્યવાહી થઇ રહી હોવાનું ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.