અમરેલી,
અમરેલી ગુરૂકૃપાનગરમાં રહેતા નવા વાઘણીયા ગામે શિક્ષક તરીકે નોકરી કરતા કીરીટકુમાર બંસીદાસ ટીલાવતએ ભાર્ગવકુમાર ઈશ્ર્વરલાલ ત્રિવેદી રહે.અમરેલી ઓમનગર જીલ્લા સહકારી સંઘમાં કર્મચારી તરીકે કામ કરતા હોય.2018 ની સાલમાં કિરીટકુમાર ટીલાવતને મકાનનું કામ શરૂ હોય.જેથી ભાર્ગવભાઈ ત્રિવેદીએ મિત્રતાના નાતે 6 લાખ આપેલ હતા.અને ભાર્ગવકુમારે લોન લઈ પૈસા આપેલ હોય.અને આરોપી કિરીટકુમાર બંસીદાસ ટીલાવતે ભાર્ગવભાઈને ચેક આપેલ.જે ચેક રીટર્ન થતા એડવોકેટ પિયુષભાઈ શુકલ મારફત ચીફ જયુ.મેજી.કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કેસ ચાલી જતા ચીફ જયુ.મેજી.શ્રીનાઈ દ્વારા એડવોકેટ પિયુષભાઈ શુકલની ધારદાર દલીલોને ગ્રાહય રાખી કિરીટ બંસીદાસ ટીલાવતને બે વર્ષની સજા અને મુળ રકમ બમણીકરીને ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.