વડિયા,
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની આસપાસના ગ્રામીણ વિસ્તાર માં ગામે સિંહ નુ ટોળું આવી અહીં વસવાટ કરવા લાગ્યાના સમાચાર ઘણા દિવસથી સાંભળવા મળે છે. હાલ વડિયા ના ખાખરીયા ગામે ગત રાત્રીના રોજ ત્રણ સિંહ દ્વારા ખેડૂત બાબુભાઇ ગોરાસિયા ની વાડીએ બાંધેલા ત્રણ પાલતુ પશુઓ જેમા એક ગીર ગાય અને બે ભેંસનુ મારણ કરી તેની મિજબાની માણી હતી આ સિંહો અને મારણ કરેલા પશુઓના વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર પંથક માં પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા લોકોમાં ભય નો માહોલ સર્જાયો હતો. આ બાબતે જે ખેડૂત ની વાડીએ સિંહો એ ત્રણ પશુઓના મારણ કર્યા હતા તે ખેડૂત બાબાભાઈ ગોરાસિયા નો સંપર્ક કરતા તેમને જણાવ્યા અનુસાર મારણ કર્યા બાદ તેમને જાણ થતા તેને ત્રણ સિંહો જોયા હતા ત્યારે આ ઘટના થી સમગ્ર પંથક માં ભયનો માહોલ સર્જાયો છે સાથે તેમને વન વિભાગ ને આ બાબતે જાણ કરેલ હોવાથી તેને પણ આ બાબતે માહિતી મેળવી હતી.ત્યારે ગીર થી દૂરના આ વિસ્તાર માં સિંહો ના ટોળા અને મારણ થી હાલ લોકોને રાત્રીના વાડીએ જવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ સિંહો દ્વારા કરાયેલા પશુઓના મારણ માટે માલિક ને તેનું વળતર આપવામાં આવે સાથે વનવિભાગ પણ રાત્રીના સમયે આ વિસ્તાર માં પેટ્રોલિંગ કરી લોકોને માહિતગાર કરે તેવી માંગણી ઉઠવા પામી છે.