અમરેલી,
ભાવનગર પરા સ્ટેશન ખાતે શ્રી દિનાનાથ વર્મા (આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર-બ્રોડગેજ વર્કશોપ) એ ઓન-ડ્યુટી સ્ટેશન માસ્ટર શ્રી એમ.એમ. રાઠોડને જાણ કરી કે ટ્રેન નંબર 12971 બાદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના છ-1 કોચમાં એક મુસાફરની ટ્રોલી બેગ છુટી ગઈ સ્ટેશન માસ્ટર શ્રી એમ.એમ. રાઠોડે પોઈન્ટમેનને મોકલીને ટ્રોલી બેગ ઉતારી અને રાખી લીધી. જે બાદ તેણે ધોળા અને સોનગઢ સ્ટેશન પર આ અંગે માહિતી આપી હતી.જ્યારે મુસાફર સાવરકુંડલા પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે તેમની એક ટ્રોલી બેગ ઓછી છે. તરત જ તેણે સાવરકુંડલા સ્ટેશન મારફતે ધોળા સ્ટેશનનો સંપર્ક ધોળા સ્ટેશન દ્વારા મુસાફરનો મોબાઈલ નંબર લેવામાં આવ્યો અને ભાવનગર પરા ના સ્ટેશનને આપવામા આવ્યો. ભાવનગર પરાનાં સ્ટેશન માસ્ટરે મુસાફર સાથે વાત કરી તો મુસાફરે કહ્યું કે તેનો સંબંધી સ્ટેશન પર જઈને ટ્રોલી બેગ લઈ જશે. જ્યારે મુસાફરના સંબંધી સ્ટેશને પહોંચ્યા ત્યારે સ્ટેશન માસ્ટરે જરૂરી પૂછપરછ કરી અને ટ્રોલી સોંપી દીધી હતી.