HomeઅમરેલીSVEEP અને TIP અંતર્ગત તા.૪ મે ના રોજ ખાંભા રાજુલા અને...

SVEEP અને TIP અંતર્ગત તા.૪ મે ના રોજ ખાંભા રાજુલા અને સાવરકુંડલામાં રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે

Published on

spot_img

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રકારની મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓના આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.

        તા.૪ મે૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૮.૩૦ વાગ્યે ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે. રન ફોર વોટ અન્વયે ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ખાંભા તાલુકા મામલતદાર કચેરીથી ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ફરી નાગરિકોને મતદાન માટે જાગૃત્ત કરશે.

તા.૪ મે૨૦૨૪ને શનિવારના રોજ સાંજે ૫ વાગ્યે રાજુલા તાલુકા પંચાયત કચેરીથી રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે. તાલુકા પંચાયતથી આંબેડકર સર્કલઆઇસીઆઇસીઆઇ બેંકજલારામ મંદિરઆહિર સમાજ ગેટ અને રાજુલા પ્રાંત કચેરી સુધી યોજાનાર રન ફોર વોટ કાર્યક્રમમાં રાજુલાના નાગરિકોને મતદાન માટે અનુરોધ કરવામાં આવશે.

સાવરકુંડલા ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજન અર્થે સાવરકુંડલા-લીલીયા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકા સંકલનના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા.૪ મે૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૮ વાગ્યે સાવરકુંડલા નગરપાલિકાથી રન ફોર વોટનું પ્રસ્થાન થશે. રન ફોર વોટ એ રિદ્ધિ સિદ્ધિ ચોકમણિભાઈ ચોકશેઠ શેરીગાંધી ચોકમુખ્ય બજાર થઈ રિદ્ધિ સિદ્ધિ ચોકમાં વિરામ લેશે. મતદાન માટે મતદાતાઓને જાગૃત્ત કરવા વિવિધ સ્લોગન પણ સાથે રાખવામાં આવશે.

        જિલ્લાભરના નાગરિકોને મતદાન માટે જાગૃત્ત  કરવા SVEEP અને TIP અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કચેરીઓના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ દ્વારા  SVEEP અને TIP-રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાઇનેનાગરિકોને અચૂક મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે.

Latest articles

અસલ શિયાળાને કેટલી વાર? સૌરાષ્ટ્રમાં હજુ પણ રવિમોસમને ઠંડા પવનોની પ્રતીક્ષા રહે છે

નવા વરસના આરંભ પછી હવે ભારે ઠંડીનો એક રાઉન્ડ આવવો જોઈએ પરંતુ હજુ વાતાવરણમાંથી...

લાઠીનાં હિરાણા ગામ થી જુનવદર રોડ માટે રૂપિયા 3 કરોડ 90 લાખ મંજુર કર્યા

અમરેલી, લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી...

રાજુલા પોલીસ સ્ટેશનનાં એટ્રોસીટીનાં ગુનામાં આરોપીને ઝડપી લેતી એલસીબી

અમરેલી, અમરેલી એલસીબીનાં પીઆઇ એ.એમ.પટેલનાં માર્ગદર્શન નીચે એટ્રોસીટીનાં ગુનામાં નાસતા ફરતા અમિત ધીરૂભાઇ ચુડાસમા રે.રાજુલા...

સાવરકુંડલામાં હની ટ્રેપનાં ગુનામાં લીસ્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી એલસીબી

અમરેલી, સાવરકુંડલા પોલીસ ટાઉન પોલીસ સ્ટેશનનાં હનીટ્રેપનાં ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ મહિલા આરોપીને અમરેલી એલસીબીની...

Latest News