મગ, તલ, બાજરી, ડુંગળીના પાકને ભારે નુક્શાન અમરેલી ચિતલ વચ્ચે 50 વિજપોલ ધરાશાયી થયાં

મગ, તલ, બાજરી, ડુંગળીના પાકને ભારે નુક્શાન અમરેલી ચિતલ વચ્ચે 50 વિજપોલ ધરાશાયી થયાં

અમરેલી
આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ચીત્તલ થી અમરેલી વચ્ચે તેમજ પ્રતાપપરામાં ભારે પવન અને વરસાદના કારણે ખેડુતોએ વાવેતર કરેલ અને વાઢીને પાથરા કરેલા મગ અને તલના ઉભડા ઉડી જવાથી ખેડુતોને મોટી નુકશાની થયેલ છે. અમરેલી તાલુકાના નાના માચીયાળાના વિજયભાઈ કોઠીવાળના જણાવ્યા અનુસાર તેમના 20 વિઘાના ઉનાળુ મગ વાઢીને પાથરા કરેલ જે પવનમાં ઉડીે જતા નુકશાન થયેલ છે નાના માચીયાળા ગામમાં 40 થી 50 જેટલા ખેડુતોએ ઉનાળુ વાવેતર કરેલ તલ અને મગના પાકને તેમજ ઢોર માટે કડબ જુવારના પાકને પણ વરસાદ અને પવનથી મોટુ નુકશાન થયેલ છે. સીમમાં ખેડુતોએ બનાવેલ કેટલાક પત્રાના શેડ પણ ઉડી ગયા હતા અને નાના માચીયાળા ગામમાં ભારે પવન અને વરસાદથી 20 થી 25 વિજપોલ પડી જવાથી અંધાર પટ છવાઈ ગયો છે અને વિજળી રાબેતા મુજબ થવામાં હજુ બે દિવસ જેવો સમય લાગશે.અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયાના જણાવ્યા અનુસાર પ્રતાપપરામાં 10 જેટલા ખેતરોમાં ખેડુતોએ તલના ઉભડા ખેતરમાં રાખેલ જે ભારે પવનનાં કારણે ઉડી જતા નુકશાન થયેલ છે તેમજ ખેડુતો ડુંગળીનો પાક લણતા હોઈ અને ખેતરમા રાખેલ તેમજ ઢોરની કડબ માટે બાજરીના પાકને પણ તેમજ તલને પણ નુકશાન થયેલ છે.અમરેલી નજીકના ગામોમાં ભારે પવન અને વરસાદથી ખેડુતોને તલ મગ ઢોરની કડબ માટે બાજરી તેમજ ડુંગળીના પાકને નુકશાન થતા ખેડુતોનો નુકશાનીનો સર્વે કરવા અશ્ર્વિનભાઈ સાવલીયાએ સરકારમાં રજુઆત કરી