અમરેલી,
અમરેલી જીલ્લાના જાળિયા ગામના 38વર્ષીય દર્દી વિમળાબેન કમલેશભાઈ જાળેરા શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે સર્જીરી વિભાગમાં ત્રણેક મહિના પહેલા બતાવવા આવેલ હતા ત્યારે તેમણે બાજુના સ્થન ભાગે ગાંઠ હતી જેમાં અસહ્ય દુખાવો થતો હતો. અગાઉ પણ આ બાબતે તેમણે બીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ માં સારવાર લીધેલ હતી પરંતુ દુ:ખાવો વધતો જતો હોવાથી ડો.નિકુંજની સલાહ મુજબ જરૂરી રિપોર્ટ અને ગાંઠની બયોપ્સી કરાવતા તેમને આ ગાંઠ કેન્સરની હોવાનું જણાયું હતું. જે બાબતે તેમને સર્જરી ના ડોક્ટર યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડતા તેઓ ઓપરેશન માટે દાખલ થયેલા હતા હોસ્પિટલના સર્જન ડો.નિકુંજ ભેસાણીયા તથા ડો.જીગ્નેશ રાઠોડ અને એનેસ્થેટીક ડો.રવી પરમાર દ્વારા તેમનું સફળ ઓપરેશન કરાયું હતું. અને જરૂરી સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા કવામાં આવેલ હતી. તા.25/05/2024 ના રોજ તેઓ ફોલોઅપમાં ડોક્ટર ને બતાવવા આવેલા હતા અને સંપુર્ણ હતા. દર્દી તથા તેમના સગાએ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે મળેલ સારવાર બદલ ડો.નિકુંજ ભેસાણીયા તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તથા આ બાબતની ગજેરા ટ્રસ્ટના ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા એ નોંધ લઈ ડોક્ટર ટીમ , ઓ.ટી.સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમને અભિનંદન આપી પ્રોત્સાહન પુરૂ પડ્યું હતું.
શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીમાં સર્જરી વિભાગ ના ડો. નોકુંજ ભેસાણીયા દ્વારા બ્રેસ્ટ કેન્સરની સફળ સર્જરી
Published on