અમરેલી,
નાગેશ્રી પોલિસને મળેલ ચોકકસ બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પેટ્રોલપંપ સામે હાઈવે રોડ ઉપર આવેલ ડીવાઈડર પાસે ધારી તાલુકાના શેલખંભાળીયા ગામના સજવીર બળવંતભાઈ વાળા , રામવાળાની વાવડી ગામના સુરેન્દ્ર અનકભાઈ ધાખડાને બોલેરો જીપ જી.જે. 14 બી.ડી. 0401 માં ગેરકાયદેસર જુદી જુદી બ્રાન્ડનો કુલ 3100 બોટલ ઈંગ્લીશ દારૂ રૂ/.3,72,000 તથા બે મોબાઈલ ફોન રૂ/.10,000 તથા બોલેરો જીપ રૂ/. 8,00,000 મળી કુલ રૂ/.11,82,000 ના મુદામાલની હેરાફેરી કરતા નાગેશ્રીના પી.એસ.આઈ.પી.વી. પલાસ , સ્ટાફના હે. કોન્સ. મધ્ાુભાઈ ભેરડા, પ્રતાપભાઈ મેવાડા, કનુભાઈ બાંભણીયા, પો.કોન્સ. રાજદિપસિંહ , અનિલભાઈ, રજનીકાંત ભાઈ ,મનિષ ભાઈએ ઝડપી પાડયા હતા. જયારે મુખ્ય સુત્રધાર ઉના તાલુકાના મોઠા ગામનો મદામાલ ભરાવી આપનાર ભરત પરમાર હાજર મળી નહી આવતા પોલિસે તેમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.