રાજુલા,
રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટનાથી તંત્ર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે ફાયર સિસ્ટમ આવી છે કે કેમ તે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને તંત્ર કડક હાથે કામગીરી કરી રહેલ છે ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર ફકત ફાયર ની જ કામગીરી કરશે કે બીજી કોઈ કામગીરી નજર માં આવશે કે કેમ ? તાજેતરમાં જ અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સ્ટેટ ઓફ ઈન્ડીયા ની જૂની બિલ્ડીંગ પડેલી અને તેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયેલા તેવી જ ઘટના ફરી વાર ન બને તે પણ તંત્ર દ્વારા ધ્યાને આવી બાબતો ને ગંભીરતા પૂર્વક લેવી જરૂરી છે ત્યારે રાજુલા શહેર માં આવી જર્જરીત બિલ્ડીંગો મકાનો આવેલ છે તો આવા મકાનો તેમજ બિલ્ડીંગ માં ઘટનાઓ બને નહીં તે બાબતે આ કાર્યવાહી કરે કોણ ? તેની રાહ જોવાઇ રહી હોય તેવું લાગે છે અને આવી ધટના બનશે ત્યારે ફરી તપાસ ના આદેશ છૂટશે અને ફરી પાછી એની એજ તપાસ રાજુલા શહેરની મધ્યમાં જવાહર રોડ ઉપર અને જૂની મામલતદાર ઓફિસ નજીક આવેલ જૂની બિલ્ડીંગ પાછળના ભાગે આ બિલ્ડીંગ ધર્મશાળા નો રહેણાક વિસ્તાર જ છે ત્યારે ઘણા લાંબા સમય પહેલા પાછળના ભાગે આ બિલ્ડીંગ નો ભાગ તૂટેલી હાલતમાં પડેલો છે અને રોડ પર લટકતો હોય ત્યારે બાજુમાં જ એક લાઈટનો થાંભલો પણ આવેલો છે ત્યારે જો આ બિલ્ડિંગ નો બીજો ભાગ જો તૂટશે અને તરફ રસ્તો હોય ત્યારે ગંભીર દુર્ઘટના બની શકે જેથી તંત્ર દ્વારા આ બિલ્ડીંગ ને પાડવાની કામગીરી કરવી જરૂરી છે અને જો આ કામગીરી કરવામાં નહીં આવે અને કોઈ પણ ઘટના બનશે ત્યારે જવાબદારી કોની ??