અમરેલી,
ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા પશુઓની ગેરકાયદેસર કરતા,પશુઓ ઉપર ક્રુરતા આચરતા ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા,પશુઓ ઉપર ક્રુરતા આચરતા ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ ચિરાગ દેસાઇ નાઓ દ્વારા સુચના તથામાર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમારની રાહબરી હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ની ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ અમરેલી,કુંકાવાવ રોડ,વરૂડી ગામના રસ્તે,ઇંટ્ટોના ભઠ્ઠા પાસે ટ્રકમાં ભેસ જીવ નંગ-09 દોરડાથી ક્રુરતા પુર્વક ભરી પશુઓ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન કરી પશુ પ્રત્યે ઘાતકીપણુ દાખવી કતલખાને લઇ જવાના ઇરાદાથી મળી આવતા આબીદભાઇ ઉર્ફે મુંગો આદમભાઇ ખોરાણી ઉ.વ.30 ધંધો.ડ્રાઇવીંગ રહે,અમરેલી,બહારપરા,જયહિન્દ ટોકિઝ પાસે,મોટો ખાટકીવાડ તા.જી.અમરેલી વિરૂધ્ધ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ-1960 મુજબ અમરેલી સીટી પોલીસ ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર તથા નિલેશભાઇ વિરાભાઇ લંગાળીયા તથા અતુલભાઇ કાળુભાઇ માટીયા તથા રવિરાજભાઇ મંગળુભાઇ ખુમાણ તથા મેહુલભાઇ હિરાભાઇ મારૂ તથા ચિરાગભાઇ ભગુભાઇ મેવાડા દ્વારા કરવામાં આવેલ.