રાજુલા,
જાફરાબાદ નગપાલિકા આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે એ જાફરાબાદ નગરપાલીકા ગંભીર બેદરકારી ને લઇ કોઈ મોટી દુઘર્ટના ની રાહ જોઈ રહી છે બંદચોક કે જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો નાના મહિલાઓ સિનિયર સિટીઝન અહીંથી પસાર થતાં હોય છે. પરંતુ અહીં ભૂગર્ભ ગટર ખુલ્લી હાલમાં હોય પરંતુ પાલિકા આ ખુલ્લી ગટરના ઢાંકણા બંધ કરવા ની કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી અહીં મોટી સંખ્યામાં તહેવારો ની ઉજવણી થતી હોય તેમાં રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવે ત્યારે સ્કુલ ના નાના ભૂલકાઓ વિધાર્થીઓ સંખ્યામાં હોય પરંતુ આ ખુલ્લી ગટરના કારણે મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હોય પરંતુ પાલિકા ના જવાબદાર અધિકારી ના ધ્યાન ઉપર આવતું નથી આ બંદચોક માં બસસ્ટેશન હોવાથી અહીં મુસાફર જનતા ની અહીંથી અવરજવર હોય રાત્રીના સમયે કોઈ કારણસર લાઇટ ગુલ થતા કોઈ મુસાફર આ ખુલ્લી ગટર હોવાથી કોઈ જીંદગી નો ભોગ લઇ લેશે ત્યારે પાલિકા આ ખુલ્લું મોત ઢાંકવામાં આવશે ? અહીંથી બજારમાં જવા માટે મોટી સંખ્યામાં લોકોનો અવરજવર હોય અને આજુબાજુ દુકાનો પર આવેલી હોવાથી કોઈ વ્યક્તિ આ ખુલ્લી ગટર માં પડી જવાથી હાથ પાટું ભાંગી જાય તેવી સ્થિતિમાં હોય અહીં લોકોના રહેણાંક મકાનો પણ આવેલા કોઈ બાળક રમતા રમતા આ ખુલ્લી ગટર માં પડી જવાથી કોઈ મોટી જાનહાનિ થઇ તો જવાબદારી કોની ?