Homeઅમરેલીઅમરેલી વિસ્તારના રોડ-રસ્તાના કામો માટે રૂ. 30.55 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી

અમરેલી વિસ્તારના રોડ-રસ્તાના કામો માટે રૂ. 30.55 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી

Published on

spot_img

અમરેલી,

આંતરમાળખાકીય સવલતો એ વિકાસની પારાશીશી છે. અમરેલી વિધાનસભા વિસ્તારમાં આંતર માળખાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તેમજ વિધાનસભા વિસ્તારના નાગરિકોને રોડ રસ્તા અને ગટર સહિતની પાયાની સુવિધાઓમાં સરળતા થાય તે માટે દ્વારા વિવિધ વિકાસકામો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. વિધાનસભા વિસ્તારના વિકાસ માટે સતત ચિંતિત એવાં અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ વિવિધ રસ્તાના મજબૂતીકરણના કામો માટે રૂ. 30.55 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાવી છે. ચાડીયા-લાપાળીયા રોડનું કુલ રૂ. 80 લાખના ખર્ચે સોનારિયા ગ્રામ્યવિસ્તારમાં સીસીરોડ તેમ જ આનુશાંગિક અમરેલી ફતેપુર રોડ રૂ. 75 લાખના ખર્ચે ફતેપુરા ગ્રામ્ય વિસ્તારથી વિઠ્ઠલપુર ચોકડી સુધી સીસીરોડ તેમ જ આનુષાંગિક માળખાના વિકાસ માટે તેમ જ ચાવંડ લાઠી અમરેલી રોડ રૂ. 12 કરોડના ખર્ચે હમીરજી સર્કલ બાયપાસથી સેન્ટર પોઈન્ટ અમરેલી સુધી સીસીરોડ,વરસાદી પાણીના નિકાલ માટે ગટર જેવી સુવિધાઓ તેમજ ટોડા-જરખીયા-અડતાળા-શેડુભાર રોડ રૂ. 17 ખર્ચે રીસર્ફેસિંગ તેમજ આનુષાંગિક સુવિધાઓમાં ઉમેરો કરવા જેવા કામો ટુંક સમયમાં જ હાથ ધરવામાં આવશે

Latest articles

અસલ શિયાળાને કેટલી વાર? સૌરાષ્ટ્રમાં હજુ પણ રવિમોસમને ઠંડા પવનોની પ્રતીક્ષા રહે છે

નવા વરસના આરંભ પછી હવે ભારે ઠંડીનો એક રાઉન્ડ આવવો જોઈએ પરંતુ હજુ વાતાવરણમાંથી...

લાઠીનાં હિરાણા ગામ થી જુનવદર રોડ માટે રૂપિયા 3 કરોડ 90 લાખ મંજુર કર્યા

અમરેલી, લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી...

રાજુલા પોલીસ સ્ટેશનનાં એટ્રોસીટીનાં ગુનામાં આરોપીને ઝડપી લેતી એલસીબી

અમરેલી, અમરેલી એલસીબીનાં પીઆઇ એ.એમ.પટેલનાં માર્ગદર્શન નીચે એટ્રોસીટીનાં ગુનામાં નાસતા ફરતા અમિત ધીરૂભાઇ ચુડાસમા રે.રાજુલા...

સાવરકુંડલામાં હની ટ્રેપનાં ગુનામાં લીસ્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી એલસીબી

અમરેલી, સાવરકુંડલા પોલીસ ટાઉન પોલીસ સ્ટેશનનાં હનીટ્રેપનાં ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ મહિલા આરોપીને અમરેલી એલસીબીની...

Latest News