અમરેલી,
મુળ વડોદરા રહેતાં હાલ બગસરા પીજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારી એન.જી. પરમાર ઉ.વ.32ને ફરિયાદ મુજબ જેઠીયાવદર સીમમાં વિજ ફોલ્ટ રિપેર કરવા જતાં કામગીરી દરમિયાન વિજ શોક લાગવાથી સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં સિવીલ હોસ્પિટલમાં પીએમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને તેમના પરિવાર જનોને વડોદરા જાણ પણ કરવામાં આવતાં પરિવાર જનો અમરેલી આવવા રવાના થયાં છે.