અમરેલી,
અમરેલી ઉમા ક્રેડીટ કો.ઓ.સો.લી. પાસેથી રૂ/. 2,00,000 નું ધિરાણ લઈ છુમંતર થયેલા કુંકાવાવ તાલુકાના ખજુરી ગામના ઈન્દુભાઈ મોહનભાઈ ખાનપરાએ મંડળીને બાકી લેણાની રકમ રૂ/. 2,21,843 વસુલ આપવા કોર્ટમાં આપેલ ચેક રીર્ટન થતા મંડળીના મેનેજર કેતનભાઈ હસમુખભાઈ જાનીએ અમરેલી ચીફ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરતા પુરાવાના અંતે અમરેલીના બીજા એડી.સીનીયર સિવિલ જજ અને એડી. ચીફ, જયુ, મેજી.ડી.પી. ઓજાએ. આરોપીને બે વર્ષની કેદની સજા તથા રૂ/.2,21,843 ફરિયાદની તારીખથી 9 ટકાના ચક્રવૃધ્ધિ વ્યાજ સહિત ચુકવવા હુકમ કરેલ છે. ચેકની રકમ ન ભરે તો વધ્ાુ ચાર માસની સાદી કેદની સજાનોહુકમ કરેલ છે. મંડળીના સીનીયર ધારાશાસ્ત્રી એ.સી. વરીયા રોકાયા હતા. તેમજ તેઓના અનુગામી મહિલા ધારાશાસ્ત્રી ઉર્વિષા ગીરીશભાઈ સાકરીયાની મહેનત રંગ લાવી હતી.કાયદાની કાનુની રજુઆત થતા કોર્ટે સજા અને વળતરનો હુકમ કરતા મંડળીના બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.