સાવરકુંડલા,
સાવરકુંડલામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની લિમિટેડ અંતર્ગત અંકિતા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા હાલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે જે કામ ટેન્ડર મુજબ થતું નથી અને બિલકુલ નબળું કામ થઈ રહ્યું છે, અને સરકારશ્રીના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ કામમાં વપરાતું મટીરીયલ્સ સાવ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવે છે, તેમજ ટેન્ડરમાં દર્શાવ્યા કરતા સાવ ઓછું મટીરીયલ્સ વાપરી કામ કરવામાં આવી રહ્યું છે. આ કામમાં વપરાતી કપચી 20 સસ ની જગ્યાએ નાની સાઈઝની અને કાચા પથ્થરની ટીપકી વાળી વાપરવામાં આવે છે ઇભભ ના કામમાં સિમેન્ટ સાથે ડસ્ટ (પથ્થરનો ઝીણો ભૂકો) વાપરવામાં આવે છે. આ કામનું કોન્ક્રીટ કામ એકદમ રફ અને સ્ટીલ દેખાય તેવું કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં સ્લેબ અને કોલમ તૂટવાની શક્યતા છે,કોન્ક્રીટ ભરેલા કોલમના સેન્ટીંગ કામ એકદમ લાઈન લેવલ વગરના હોવાથી કોલમ પણ લેવલ વગરના છે, જેથી તે સ્લેબમાં જોઈન્ટ થાય તેમાં પણ લેવલ મળતું નથી, જેથી સ્લેબ નીચે પડવાની શક્યતા રહે છે. આ પ્રોજેક્ટમાં વાપરવામાં આવતા કોંક્રીટ બ્લોકને બદલે ફ્લાય એશ બેલા વાપરવામાં આવે છે, જેથી આ કામ ટૂંક સમયમાં જર્જરીત થઈ શકે તેમ છે. આ અંગે ત્વરિત તટસ્થતાથી વિજિલન્સ તપાસ કરવામાં આવે તેમજ આ કામમાં નબળું કામ કરી ભ્રષ્ટાચાર કરનાર અંકિતા કન્સ્ટ્રકશન કંપનીનું ટેન્ડર રદ કરવામાં આવે, અને તેને ચૂકવેલ નાણાંની રિકવરી કરવામાં આવે, અને આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે, તદઉપરાંત આ કામના ભ્રષ્ટાચારમાં સામેલ ય્ેંઘભ વિભાગના જવાબદાર અધિકારીને ફરજ મોકૂફ કરવામાં આવે, અને તેની વિરુદ્ધ કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ય્ેંઘભ ના ચેરમેન શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી, તેમજ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ને લેખિતમાં કરવામાં આવેલ